Homeગામનાં ચોરેમહારાષ્ટ્રઃ 100 ફૂટની ઉંચાઈએથી 30 ટન વજનવાળું ગર્ડર પડ્યું, 16 મજૂરના મોત,...

મહારાષ્ટ્રઃ 100 ફૂટની ઉંચાઈએથી 30 ટન વજનવાળું ગર્ડર પડ્યું, 16 મજૂરના મોત, ઝોળીમાં લઈ જવા પડ્યા મૃતદેહ

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના થાણેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 16 મજૂરોના મોત થયા છે. દુર્ઘટનામાં કેટલાક શ્રમિકો ઈજાગ્રસ્ત પણ થયા છે એટલે કે મૃતકોની સંખ્યા વધવાની પણ શક્યતા છે. શાહપુર નજીક સરલામ્બેમાં સોમવારે મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી જેના પગલે અફરા તફરી ચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ આ ગર્ડર મશીન 100 ફૂટની ઊંચાઈએથી પડ્યું હતું. હાલ બચાવ કાર્ય ચાલુ છે. ગર્ડર મશીનના ભારે વજનને કારણે મુશ્કેલી છે. ક્રેનની મદદથી ગર્ડર હટાવવાની કામગીરી ચાલુ છે. શાહપુર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લગભગ 15 મૃતદેહો લાવવામાં આવ્યા છે.

સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર 6 મહિનામાં 39 ઘટનાઓ બની અને લગભગ 88 લોકોએ જીવ ગુમાવ્યા. 11 ડિસેમ્બર, 2022ના રોજ તેની શરૂઆત થઈ ત્યારથી, આ હાઈવે પર 616 નાની-મોટી ઘટનાઓ બની છે. આ અકસ્માતોમાં 656 લોકો ઘાયલ થયા છે. સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસ હાઇવે છે.સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. તેનું નામ ‘હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે’ મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ છે.

હાઈવે બનાવવાનું કામ ત્રણ તબક્કામાં થઈ રહ્યું છે. બે તબક્કાનું કામ પૂર્ણ થયું છે. થાણે જિલ્લામાં ત્રીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. આ ઘટના થાણેના શાહપુર વિસ્તારના સરલામ્બેમાં બની હતી.

સમૃદ્ધિ મહામાર્ગનું નિર્માણકાર્ય મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર 2022માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડી અને નાગપુર વચ્ચે 520 કિલોમીટર લાંબા સમૃદ્ધિ હાઇવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.

હાલમાં નાગપુરથી ઇગતપુરી સુધી સમૃદ્ધિ હાઇવે બનવાનો ચાલી રહ્યો છે. સમૃદ્ધિ હાઇવેનો છેલ્લો અને ત્રીજો તબક્કો ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ 100 કિલોમીટરનો સ્ટેજ છે.

Maharastra Accident

આ પછી પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે કર્યું. નાગપુરથી ઇગતપુરી તાલુકાના ભરવીર ગામ સુધીનો કુલ 600 કિમીનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments