Homeગુર્જર નગરીજૂનાગઢઃ પિતાએ બે લોકોને બચાવ્યા પણ દીકરીને પાણી તાણી ગયું, તણાઈને આવેલા...

જૂનાગઢઃ પિતાએ બે લોકોને બચાવ્યા પણ દીકરીને પાણી તાણી ગયું, તણાઈને આવેલા આઈસર નીચેથી મળ્યો મૃતદેહ

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. મેઘરાજાના રૌદ્ર સ્વરુપનો ભોગ કેટલાગ નાગરિકો બન્યા છે. સૌરાષ્ટ્રમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં જ્યારે આભ ફાટ્યું ત્યારે એક પિતા-પુત્રી કારમાં જતા હતા આ દરમિયાન ગાંડીતૂર બનેલી સોનરખ નદી આખેઆખી કારને તાણી ગઈ હતી. જેમાં દીપચંદા રાઠોડ નામની યુવતીનું મોત થયું છે. યુવાન દીકરીનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે.

દીપચંદાબેન ભરતભાઇ રાઠોડ ડો. સુભાષ યુનિવર્સિટીમાં લેકચરર હતા. તેમના પતિ ભરતભાઇ રાઠોડ માણાવદરના ખાંભલામાં એગ્રી યુનિવર્સિટીમાં કામ કરે છે. દીપચંદાબેન કામને કારણે પિતાની સાથે રહેતા હતા અને રજાના દિવસે પતિ પાસે જતા હતા. દીપચંદાબેન કોલેજ પુરી કરી પોતાના પિતા સાથે કારમાં આવી રહ્યા હતા. તે દરમિયાન ભરડાવાવ પાસે એક દીવાલ પડી હતી. જે બાદ ત્રણ રિક્ષા, બાઇક, ટેમ્પો પણ તણાયા હતા. દીપચંદાબેનના પિતાએ વરસાદી પાણીમાંથી લોકોની મદદ કરીને તેમને બચાવ્યા પણ હતા.

દરમિયાન ​​​​​​​આ લોકો એક બીજાનો હાથ પકડીને પસાર થઇ રહ્યા હતા. ત્યાં હાથ છૂટી ગયો અને બધા ફંગોળાયા હતા. દીપચંદાબેન થાંભલો પકડ્યો હતો પરંતુ આઇસર પાણીમાં ફંગોળાઇને આવ્યું હતુ. તેની નીચે દબાઇ જતા આઇશર નીચેથી જ તેમનો મૃતદેહ મળ્યો હતો.

The father saved two people but the daughter drowned

આ દરમિયાન દીપચંદાબેનના પિતા ચંદુભાઇએ અન્ય 2 વ્યક્તિને બચાવી લીધા હતા અને તેમના માટે દેવદૂત બન્યા હતા પરંતુ તેમના દીકરીને બચાવી શક્યા ન હતા. અચાનક આવી પડેલી આફતથી પરિવારમાં માતમ છવાયો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments