Team Chabuk-Gujarat Desk: લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ધીમેધીમે તૂટી રહી છે. હવે પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસને બાય બાય કહેવાનું વિચારી રહ્યા છે. તેઓ લોકસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્ય પદેથી તેમજ કોંગ્રેસના પ્રાથમિક પદેથી પણ રાજીનામું આપી શકે છે અને 5 હજાર કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. સૂત્રોનું માનીએ તો ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.
કોણ છે અર્જુન મોઢવાડિયા ?
2002 થી 2012 સુધી પોરબંદરના ધારાસભ્ય રહી ચુક્યા છે
2011 થી 2015 સુધી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે
2017ની વિધાનસભા ચૂંટણીમાં બાબુ બોખિરીયા સામે હાર્યા
2004 થી 2007 સુધી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે રહ્યા
અર્જુન મોઢવાડિયા 1997માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. 2002માં, તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. 2002માં તેઓ ગુજરાત (સંસદીય અને વિધાનસભા મતવિસ્તારો) માટે ભારતના સીમાંકન આયોગના સભ્ય બન્યા. તેમને અંદાજ સમિતિના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા હતા. તેઓ 2007માં ફરી ચૂંટાયા હતા અને 2008 થી 2009 સુધી તેઓ મીડિયા સમિતિના અધ્યક્ષ અને GPCCના મુખ્ય પ્રવક્તા પણ હતા. 2 માર્ચ 2011ના રોજ તેમની GPCCના 27મા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. હાર બાદ 20 ડિસેમ્બર 2012ના રોજ તેમણે GPCCના પ્રમુખ પદેથી રાજીનામું પણ આપી દીધું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર બાબુ બોખીરિયા સામે તેઓ ફરીથી 2017માં વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ તેમના નજીકના હરીફ અને ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાને હરાવીને INCના ઉમેદવાર તરીકે ફરીથી પોરબંદર મતદારક્ષેત્રમાંથી ચૂંટાયા હતા.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ બેકફૂટ પર ધકેલાઈ હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારુ પ્રદર્શન ન હતી કરી શકી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં જ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વને લઈને પણ કોંગ્રેસમાં બે ફાંટા પડ્યા હતા. કેન્દ્રીય કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ કર્યો હતો જ્યારે ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ તેનું સમર્થન કર્યું હતું અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કેન્દ્રીય કોંગ્રેસના નિર્ણય સામે પોતાનો અંગત મત પણ રજૂ કર્યો હતો. આમા અર્જૂન મોઢવાડિયા ઉપરાત કોંગ્રેસના લલિત વસોયા અને અમિત ચાવડા પણ સામેલ છે. દાવો એવો છે કે, અર્જુન મોઢવાડિયાના ભાજપમાં જોડાયા બાદ ગુજરાત કોંગ્રેસના અન્ય મોટા નેતાની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત