Team Chabuk-Sports Desk: રાશિદ ખાને પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વાસ્તવમાં રાશિદ ખાન સર્જરી બાદ રિહૈબમાંથી પસાર થઈ રહ્યો છે. રાશિદ ખાનની ઈજાના કારણે IPLની ટીમ ગુજરાત ટાઇટન્સનું ટેન્શન વધી ગયું છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું રાશિદ ખાન IPL સુધી ફિટ રહેશે? શું રાશિદ ખાન આઇપીએલની આગામી સીઝનમાં રમતો જોવા મળશે? રાશિદ ખાને ગયા વર્ષે નવેમ્બરમાં સર્જરી કરાવી હતી. આ પછી માનવામાં આવી રહ્યું હતું કે તે જલ્દી જ વાપસી કરી શકે છે, પરંતુ તે ભારત સામેની 3 ટી20 સીરીઝમાં રમી શક્યો નહોતો.
અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટે કહ્યું કે અમે રાશિદ ખાનની વાપસીને લઈને ઉતાવળ કરી રહ્યા નથી. તે અમારા માટે મોટો ખેલાડી છે. અમે પહેલા ઈચ્છીએ છીએ કે રાશિદ ખાન સંપૂર્ણ રીતે ફીટ થાય.તે ફિટ થયા બાદ જલદી જ ગ્રાઉન્ડ પર જોવા મળશે.
IPLમાં રાશિદ ખાનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રાશિદ ખાન ગુજરાત ટાઇટન્સનો એક ભાગ છે. જો રાશિદ ખાન IPL સુધી ફીટ નહીં થાય તો ગુજરાત ટાઇટન્સ માટે આ એક મોટો ફટકો હશે.
આ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. ત્યારબાદ શુભમન ગિલને ટીમની કમાન સોંપાઈ છે. જો આ લીગમાં રાશિદ ખાન નહીં રમી શકે તો ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધી શકે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત