Team Chabuk-Gujarat Desk: સાવધાન ! કોરોના વાયરસની જેમ એક અન્ય અદ્રશ્ય વાયરસ પણ તમારા પર નજર રાખી રહ્યો છે. જો તમે એક નાની ભૂલ કરી તો તમે આ વાયરસની ઝપેટમાં આવી શકો છો અને આર્થિક રીતે બીમાર પડી શકો છો. હા આ વાયરસ તમને આર્થિક રીતે ભાંગી નાખશે જો તમે કોઈ ભૂલ કરી તો. આ વાયરસનું નામ છે રેન્સમવેર.
રેન્સમવેર શબ્દ આપણે 2012થી સાંભળતા આવ્યા છીએ. આ એ જ વાયરસ છે જે તમારા કોમ્પ્યૂટરમાં ઘૂસે છે અને તમારો બધો જ ડેટા ગાયબ કરી દે છે. ત્યારબાદ તમારી કમર આર્થિક રીતે તોડી નાખવા માટે તમારા કોમ્પ્યુટરમાં એક નોટપેડ ફાઈલ સેવ થાય છે. જેમાં લખ્યું હોય છે કે, તમારો ડેટા અમારી પાસે સુરક્ષિત છે. ત્યારબાદ આ ડેટા આપવા માટે કેટલાક રૂપિયા માગવામાં આવે છે.
અમદાવાદની ફાર્મા કંપનીને બનાવી નિશાન
ગુજરાતમાં ફરીથી આવો એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે હેકર ફાર્મા કંપનીને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદની એક જાણીતી ફાર્મા કંપની પર રેન્સમવેર એટેક થયો છે અને 980 ડોલરની માગણી કરી છે. એટલે કે હેકરે કંપનીને ડેટા પરત આપવાના લગભગ 72 હજાર 618 રૂપિયા માગ્યા છે.
આવી રીતે માગી ખંડણી
આ ફાર્મા કંપનીના કોમ્પ્યુટરમાં એક “_readme.txt” નામની એક નોટપેડ ફાઈલ બની છે. જેમાં લખ્યું છે કે, સાવધાન ! ચિંતા ના કરો. અમે તમારો ડેટા તમને પરત રિસ્ટોર કરી આપીશું. તમારી બધી જ ફાઈલ, ફોટા, ડેટાબેઝ, ડોક્યુમેન્ટ અને અન્ય મહત્વની ફાઈલો પરત મેળવવા માટે તમારે એક ટૂલ ખરીદવું પડશે. તમને ચિંતા થતી હશે કે ડેટા રિવકરીની ગેરંટી શું ? પરંતુ ચિંતા ના કરો ગેરંટી આપવા માટે અમે તમને એક સેમ્પલ ફાઈલ મોકલીશું. બાકીની ફાઈલ મેળવવા માટેની કિંમત 980 ડોલર છે. જો તમે 72 કલાકની અંદર અમારો સંપર્ક સાધશો તો તેમાં અમે તમને 50 ટકા ડિસ્કાઉન્ટ આપીશું. જે કિંમત 490 ડોલર એટલે કે 36 હજારથી વધુ રૂપિયા થશે. જો તમે અમારો સંપર્ક નથી કરતાં તો તમારો ડેટા તમને ક્યારેય પરત નહીં મળી શકે. ડેટા મેળવવા માટે તમને એક ઈમેલ આઈડી આપ્યું છે. જેના પર તમે અમારો સંપર્ક સાધી શકો છો.

રેન્સમવેર શું છે ?
રેન્સમવેર એક પ્રકારનો સાયબર અટેક છે. જેમાં રેન્સમનો મતલબ ખંડણી થાય છે. માનવામાં આવે છે કે, રેન્સમ પરથી જ વાયરનસું નામ રેન્સમવેર પડ્યું. દુનિયાના અનેક દેશ આવા અટેકથી ત્રસ્ત છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મળીને જી-7 દેશોના શિખર સંમેલનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. અને તેની સામે લડવાનો સંકલ્પ પણ કર્યો હતો.
કેવી રીતે અટેક કરે છે ?
રેન્સમવેર તમારા કોમ્પ્યુટરમાં તમારી જાણ બહાર જ આવી જાય છે. હેકર કેટલાક ઈમેલ કરે છે. જેને ઓપન કરતાની સાથે જ તમારી જાણ બહાર આ વાયરસ તમારા પીસીમાં ઘૂસી શકે છે. આ ઉપરાંત વિન્ડોઝને અપડેટ કરવાની નોટિફિકેશન આપવામાં આવે છે. જો તમે ભૂલથી પણ પીસી અપડેટ કર્યું તો આ વાયરસ તમારા પીસીમાં ઘૂસીને તમારા ડેટાને ચોરી લે છે.

કોરોનાની જેમ રેન્સમવેરના પણ વેરિયન્ટ !
કોરોના વાયરસની જેમ રેન્સમવેર વાયરસના પણ અલગ-અલગ પ્રકાર છે. જો તમારા કોમ્પ્યુટરમાં Muuq ફાઈલ બની છે તો સમજવું કે આ રેન્સમવેર અટેક છે. રેન્સમવેરના અટેકથી બચવાનો એક જ ઉપાય છે. તમારા મેલ આઈડી પર આવેલા અજાણ્યા શંકાસ્પદ મેલને તાત્કાલિક ડિલિટ કરવો. તેમજ પીસીને અપડેટ કરવા માટે પણ શંકાસ્પદ નોટિફિકેશનને ઈગ્નોર કરવી.

શા માટે ખતરનાક છે રેન્સમવેર ?
ગુજરાતમાં હાલ એક કિસ્સો સામે આવ્યો છે. કંપનીનો ડેટા બધો જ ગાયબ છે. આ વાયરસ દ્વારા હાલ ફાર્મા કંપનીઓને ટાર્ગેટ કરાઈ રહી હોવાનો એક્સપર્ટનો દાવો છે. આ ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટીએ પણ આ વાયરસ ખતરનાક છે. સુરક્ષા એજન્સીઓ પર વાયરસ અટેક કરી શકે છે. હોસ્પિટલના ડેટા પણ ચોરી શકે છે. આ વાયરસથી આરર્લેન્ડની સ્વાસ્થ્ય સેવાની આઈટી સિસ્ટમ બંધ કરી દીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત