Homeદે ઘુમા કેહારથી ભડક્યા શ્રીલંકન કોચ ? શ્રીલંકન કેપ્ટન અને કોચના ઝઘડાનો વીડિયો...

હારથી ભડક્યા શ્રીલંકન કોચ ? શ્રીલંકન કેપ્ટન અને કોચના ઝઘડાનો વીડિયો વાયરલ

Team Chabuk-Sports Desk: ભારતે શ્રીલંકાને વન ડે સિરીઝની બીજી મેચમાં મ્હાત આપીને મેચ તેમજ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. પહેલી મેચ સાત વિકેટે હારનારી શ્રીલંકન ટીમે બીજી મેચમાં સારું પ્રદર્શન કર્યું અને ભારતીય ટીમને જોરદાર ટક્કર આપી. મેચની અંતિમ ઓવરો સુધી શ્રીલંકન ટીમનું પલડું ભારે રહ્યું હતું જો કે, દીપક અને ભૂવનેશ્વર કુમારે શ્રીલંકન ટીમના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો હતો. દીપક અને ભૂવનેશ્વર વચ્ચે 8મી વિકેટ માટે 84 રનની પાર્ટનરશીપ નોંધાઈ હતી.

આર્થરના ચહેરા પર જોવા મળ્યો તણાવ

આ રોમાંચક મેચનો તણાવ શ્રીલંકન ટીમના કોચ મિકી આર્થરના ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યો. ભારતીય ટીમની વિકેટ જવા પર તે ખુશ થઈ રહ્યા હતા જ્યારે લાંબા સમય સુધી વિકેટ ન મળવા પર નિરાશ પણ થઈ રહ્યા હતા. તેઓ ક્યારેક પોતાની ખુરશી પરથી ઊભા થઈ જઈ રહ્યા હતા તો ક્યારેક બેસેલા જોવા મળી રહ્યા હતા. એટલું જ નહીં જ્યારે મેચ સમાપ્ત થઈ તો તેઓ મેદાન પર આવી ગયા હતા અને શ્રીલંકન કેપ્ટન દાસુન શકાનાને ખરીખોટી સંભળાવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આર્થર શ્રીલંકન કેપ્ટનના નિર્ણયથી નિરાશ જોવા મળી રહ્યા છે અને તેના પર ગુસ્સો કરતાં પણ જોવા મળી રહ્યા છે. બીજી તરફ કેપ્ટન શકાના પોતાના બચાવમાં કોચને સમજાવવાની કોશિશ કરી રહ્યો છે. વીડિયોના અંતમાં કોચ અર્થરને ગુસ્સામાં જ ગ્રાઉન્ડની બહાર જતાં પણ જોઈ શકાય છે. આ મામલે આર્થરે બાદમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી વચ્ચે કોઈ બોલાચાલી થઈ ન હતી અમે એક બીજાના વિચાર અરસપરસ શેર કરી રહ્યા હતા.

ફેન્સે વ્યક્ત કરી નારાજગી

કોચના આવા વર્તનથી શ્રીલંકન ટીમના કેટલા ફેન્સ ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. એક ટવીટર યુઝરે લખ્યું કે, આ કોચની ભાવનાઓ પર 0 ટકા કન્ટ્રોલ છે. તેમણે પોતાના ખેલાડીઓ પર ગર્વ કરવો જોઈએ. તે નવો કેપ્ટન છે. કોચે તેને માર્ગદર્શન આપવું જોઈએ ન કે આવી રીતે વ્યવહાર કરવો જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments