Homeગુર્જર નગરીઅરવલ્લીઃ નોકરીની આશાએ આવેલા યુવકનું હોમગાર્ડ ભરતી મેળા દરમિયાન મોત

અરવલ્લીઃ નોકરીની આશાએ આવેલા યુવકનું હોમગાર્ડ ભરતી મેળા દરમિયાન મોત

Team Chabuk-Gujarat Desk: અરવલ્લી જિલ્લામાં આજે એક દુઃખદ ઘટના બની છે. હોમગાર્ડની ભરતી માટે આવેલા એક યુવકનું અચાનક મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છો. હાલ રાજ્યમાં હોમગાર્ડ જવાનોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે નોકરીની આશાએ આવેલા એક યુવકનું અચાનક નિધન થયું છે.

મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના સરડોઈ, ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડમાં ભરતી કેમ્પ યોજાયો હતો. જેમાં ત્રણેય વિસ્તારોમાંથી 243 ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા. ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર નામનો 25 વર્ષીય ઉમેદવાર પણ ભરતી થવા માટે આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં શારીરિક કસોટી આપી દીધા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. વેરિફિકેશન દરમિયાન યુવકને અચાનક ચક્કર આવતાં તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. મૃત્યુ પામનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે. ત્યારે મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

આ યુવક નોકરીની આશાએ ભરતી મેળામાં આવ્યો હતો. તેમણે નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી કાકાએ તેનો ઉછેર કર્યો હતો. આ વાતની માહિતી મળતા જ યુવકના મોતના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments