Team Chabuk-Sports Desk: મહેન્દ્ર સિંહ ધોની આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે (રવિવારે) એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા ધોનીએ પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે આવતીકાલે બપોરે 2 વાગ્યે ફેસબુક લાઈવ પર એક સમાચાર આપવા જઈ રહ્યો છે. એમએસ ધોનીએ પોતાના ફેસબુક પ્રોફાઈલ પર પોસ્ટ કરીને લાઈવ આવવાની માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે એમએસ ધોની કોઈ મોટી જાહેરાત કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની પોતાના ફેન્સ સાથે લાઈવ કનેક્ટ થવા જઈ રહ્યો છે. 25 સપ્ટેમ્બરે ધોની તેના ચાહકો સાથે વાત કરશે અને આશા છે કે તે કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે.
મહેંદ્ર સિંહ ધોનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે લાઈવ આવીને આ માહિતી આપીશ. આશા છે કે તમે બધા ત્યાં હશો.”
આવતીકાલે મોટા સમાચાર જાહેર કરવાની ધોનીની જાહેરાતની સાથે જ ચાહકોમાં તેને લઈને મોટી અટકળો લાગવા લાગી છે. ધોની આઈપીએલમાંથી નિવૃતીની અથવા બીજી કોઈ જાહેરાત કરી શકે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી સંભાળી રહેલા ધોનીએ જાતે જ સોશિયલ મીડિયા પર આવતીકાલે (રવિવારે) બપોરે બે વાગ્યે ફેસબુક લાઈવ પર એક સમાચાર શેર કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત