Team Chabuk-Sports Desk: ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રીજી ODI મેચમાં 78 રને હરાવીને સિરીઝ પર 2-1થી કબજો કર્યો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 296 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 45.4 ઓવરમાં માત્ર 218 રન જ બનાવી શકી હતી.
બીજી તરફ આ મેચ ચર્ચાનો વિષય બની છે. મેચ દરમિયાનનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેશવ મહારાજ બોલેન્ડ પાર્કમાં બેટિંગ કરવા આવ્યો કે તરત જ સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ના ગીત વાગવા લાગ્યું. વિકેટકીપર અને ભારતીય કેપ્ટન કેએલ રાહુલે તેને પૂછ્યું, “કેશવભાઈ, તમે જ્યારે પણ આવો ત્યારે આ ગીત વગાડે છે.”
મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકાના સ્ટાર અને અનુભવી ઓલરાઉન્ડર કેશવ મહારાજ ભારતીય મૂળનો ખેલાડી છે. તેઓ હિંદુ ધર્મમાં દ્રઢપણે વિશ્વાસ રાખે છે અને હનુમાનજીનો પ્રખર ભક્ત પણ છે. ત્રીજી વનડેમાં બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો ત્યારે સ્ટેડિયમમાં રામ સિયા રામ ગીત વગાડાયું હતું.
આ દરમિયાન વિકેટ કીપિંગ કરી રહેલા કેએલ રાહુલે પૂછ્યું, ‘કેશવભાઈ, તમે જ્યારે પણ આવો ત્યારે આ ગીત વાગે છે.’ રાહુલે આટલું કહ્યા પછી કેશવના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Hahahahha….Rahul- "Keshav bhai, every time you come, they play this song (Ram Siya Ram) ???????????? pic.twitter.com/79NtNEbomk
— tea_addict ???????? (@on_drive23) December 21, 2023
મેચમાં ભારત તરફથી બેટિંગ કરતી વખતે સંજુ સેમસને જોરદાર સદી (108) ફટકારી હતી જ્યારે અર્શદીપ સિંહે 4 વિકેટ લીધી હતી. હવે બંને ટીમ ટેસ્ટ સિરીઝમાં ટકરાશે જેમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ સર્જવાના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ