Homeગુર્જર નગરીહાર્ટ એટેકથી હાહાકાર, સુરતમાં એક જ દિવસમાં પાંચના મોત, તમામની ઉંમર…

હાર્ટ એટેકથી હાહાકાર, સુરતમાં એક જ દિવસમાં પાંચના મોત, તમામની ઉંમર…

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હાર્ટ એટેકથી નાની વયે મોતના કિસ્સા વધ્યા છે. હવે સુરતમાં જુદા જુદા જુદા બનાવમાં એક જ દિવસમાં પાંચ લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. શહેરના પાંડેસરા, હજીરા અને પુણા વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ અચાનક જ ઢળી પડ્યા હતા. જે તમામ લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારા તમામની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે.

આ તમામ લોકોના મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની મોતનો સિલસિલો યથાવત છે. ક્ષમતા કરતા વધુ કામ કરવાથી હૃદય પર ભારણ આવતા આવા બનાવો બને છે.

જે લોકોના મોત થયા છે તેમા પાડેસરમાં પુત્રી સાથે મસ્તી કરતા બ્રિજરાજ સિંહ ઢળી પડ્યો હતો. આ તરફ પાડેસરમાં રહેતો જીતુ પ્રજાપતિને ગભરામણ થઈ હતી. તો હજીરામાં રહેતો સરોજ દાસ એકાએક બેભાન થઈ ગયો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ પણ ઘણું વધી ગયું છે. આ સ્થિતિમાં સાયલન્ટ હાર્ટ એટેક શું છે અને તે સામાન્ય હાર્ટ એટેકથી કેટલો અલગ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ સાયલન્ટ હાર્ટ એટેક સંબંધિત તમામ મહત્વની જાણકારી અંગે.

શું હોય છે સાયલેન્ટ હાર્ટ એટેક ?

સાયલેન્ટ હાર્ટ એટેકને સાયલેન્ટ ઇસ્કેમિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. સાયલેન્ટ હાર્ટ એટેક આવવા પર તેના કોઈપણ લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી. સામાન્ય રીતે હાર્ટ એટેક આવવા પર છાતીમાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવો વળવો જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ સાયલેન્ટ હાર્ટ એટેકમાં એવું જરૂરી નથી કે વ્યક્તિ આ બધા લક્ષણોને અનુભવે.

હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે તમારા હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતું. સામાન્ય રીતે ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે હૃદય સુધી લોહી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. એવા ઘણા લોકો છે જેમને ખબર પણ નથી હોતી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ઘણા કિસ્સાઓમાં જ્યારે ડોકટર તપાસ કરે છે ત્યારે ખબર પડે આવે છે. ઈસીજીની સાથે અન્ય ઘણા ટેસ્ટ છે જેના દ્વારા સાયલેન્ટ હાર્ટ એટેકની ખબર પડી શકે છે. ઘણી વખત હાર્ટ એટેકના લક્ષણોને લોકો અન્ય કોઈ સમસ્યાના લક્ષણો સમજી ઈગ્નોર કરતા હોય છે.

ખબર વગર પણ આવી શકે છે હાર્ટ એટેક ?

હા ઘણી વાર વ્યક્તિને જાણ વગર જ હાર્ટ એટેક આવી શકે છે અને તેથી જ તેને સાયલેન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે. જ્યારે સાયલેન્ટ હાર્ટ એટેક આવે છે ત્યારે તેના લક્ષણો ખૂબ જ હળવા હોય છે અથવા તો બિલકુલ દેખાતા નથી. આ સ્થિતિમાં હ્રદયમાં જતો લોહીનો પ્રવાહ થોડા સમય માટે બંધ થઈ જાય છે જેના કારણે હૃદયની માંસપેશીઓ ડેમેજ થઈ જાય છે.

ક્યાં લોકોને સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ છે ?

ઉત્તર પ્રદેશના જાણીતા સિનિયર ફિઝિશિયન કન્સલ્ટન્ટ ડૉ.કલીમ અહમદ, એમડી મેડિસિને જણાવ્યું કે સામાન્ય હાર્ટ એટેકમાં છાતીમાં ખૂબ જ દુખાવો થાય છે જ્યારે સાયલેન્ટ હાર્ટ એટેકમાં આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળતા નથી.

ડૉક્ટર અહમદનું કહેવું છે કે ડાયાબિટીસ અને મોટી ઉંમરના લોકોમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું જોખમ ઘણું વધારે જોવા મળે છે. ડૉક્ટરે જણાવ્યું કે ઘણી વખત કોઈ અંડરલાઈન રોગને કારણે લોકોની ધમનીઓ બ્લોક થઈ જાય છે જેના વિશે તેમને પહેલાથી કોઈ જાણકારી નથી હોતી. આ સ્થિતિમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તેમણે કહ્યું કે એવા ઘણા લોકો છે જેઓ હાર્ટ એટેકના લક્ષણોને એસિડિટી અથવા અન્ય કોઈ સમસ્યા સમજીને તેની અવગણના કરે છે.

સાયલેન્ટ હાર્ટ એટેકના લક્ષણો

ડો. કલીમ અહમદે જણાવ્યું કે સામાન્ય રીતે સાયલેન્ટ હાર્ટ એટેકના કોઈ લક્ષણો દેખાતા નથી પરંતુ બહુ ઓછા કેસમાં સાયલેન્ટ હાર્ટ એટેક પહેલા વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ તેનાથી ઉલટુ સામાન્ય હાર્ટ એટેકમાં વ્યક્તિને છાતીમાં તીવ્ર દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો અને ડાબા હાથમાં દુખાવો અને જડબામાં દુખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

Heart attack in Surat

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments