Team Chabuk-Sports Desk: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 132 રનથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 177 રન જ બનાવી શકી હતી. આ પછી ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં 400 રન બનાવ્યા અને 223 રનની જંગી લીડ મેળવી લીધી. તો બીજી તરફ, બીજી ઇનિંગમાં કાંગારૂ ટીમ માત્ર 91 રન બનાવી શકી હતી.
અશ્વિન ટેસ્ટ ફોર્મેટમાં ભારતના સૌથી સફળ બોલરોમાંથી એક છે.ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી નાગપુર ટેસ્ટ મેચમાં પણ આર અશ્વિનની બોલિંગનો જાદુ જોવા મળ્યો છે. તેણે આ મેચની બીજી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને પેવેલિયન પરત મોકલ્યા. આ ઇનિંગ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. અશ્વિને આ મેચની પ્રથમ ઈનિંગમાં 15.5 ઓવર નાંખીને 3 વિકેટ ઝડપી હતી. પરંતુ બીજી ઇનિંગ્સમાં આર અશ્વિન વધુ ઘાતક જોવા મળ્યો હતો અને શરૂઆતની 7 વિકેટમાંથી 5 વિકેટ ઝડપી હતી. આ ઇનિંગમાં તેણે 5 વિકેટ પૂરી કરતાની સાથે જ અનિલ કુંબલેના મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી.
આવું કરનાર બીજો ભારતીય બોલર
આર અશ્વિને ભારતમાં 25મી વખત ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ લેવાનું કારનામું કર્યું છે. આ પહેલા ભારતમાં રમતા 25 ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ માત્ર અનિલ કુંબલેના નામે હતો. આર અશ્વિને 31મી વખત ટેસ્ટની એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી છે.
ભારતે નાગપુર ટેસ્ટ એક ઇનિંગ અને 132 રને જીતી
ટીમ ઈન્ડિયાએ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. અશ્વિને બીજી ઇનિંગમાં ભારત માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 37 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તો ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ અણનમ 25 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ પણ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે લાંબો સમય ટકી શક્યો નહોતો. અશ્વિન ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને શમીએ બીજી ઈનિંગમાં 2-2 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત