Homeદે ઘુમા કેIND vs AUS: પ્રથમ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ એવું કર્યું જે કપીલદેવ પણ...

IND vs AUS: પ્રથમ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ એવું કર્યું જે કપીલદેવ પણ ન હતા કરી શક્યા

Team Chabuk-Sports Desk: નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા છવાયેલો રહ્યો. રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા, આર.અશ્વિન સહિત તમામ ખેલાડીના શાનદાર પરફોર્મન્સથી ચાર મેચોની આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો. પ્રથમ ટેસ્ટ ભારતે 1 ઇનિંગ અને 132 રનથી જીતી લીધી છે.

કાંગારૂની ટીમે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 177 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમે 400 રન બનાવ્યા હતા. પ્રથમ દાવ બાદ ભારત પાસે 227 રનની લીડ હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયન ટીમ 91 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી.

આ મેચમાં ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટ લીધી છે. તે મેચ વિનર સાબિત થયો છે. રવિન્દ્ર જાડેજાએ લગભગ 6 મહિના બાદ વાપસી કરી છે પરંતુ તેણે પ્રથમ મેચમાં જ 7 વિકેટ અને 70 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ મામલે તેણે ભારતીય સ્ટાર ક્રિકેટર કપિલ દેવને પણ પાછળ છોડ્યો છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે ટોટલ 7 વિકેટ અને 70 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી ટોટલ 6 વખત એક જ મેચમાં 5 વિકેટ અને ફિફ્ટી ફટકારી છે. તેણે ટોટલ 6 વખત ઘાતક પ્રદર્શન કરીને આ મોટો રેકોર્ડ બનાવ્યો છે. કપિલ દેવે અત્યાર સુધી ફક્ત 4 વખત જ આ કારનામું કર્યું છે.

હાલ ઈનફોર્મ રવિન્દ્ર જાડેજા પાસે ટીમને આશા છે કે, બાકી રહેલ ત્રણેય મેચોમાં તેનં ફોર્મ જળવાય રહે. અને જબરદસ્ત પ્રદર્શન કરી ભારતીય ટીમને જીત અપાવી શકે. ભારતીય ટીમની નજર ફરી એક વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પર છે.આ સિરીઝ 13 માર્ચ સુધી રમવાની છે. ભારતીય ટીમ માટે આ સિરીઝ ઘણી મહત્વની સાબિત થશે. ત્યારબાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 17 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments