Team Chabuk-Gujarat Desk: ભારત ડાંગરના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં મોખરે છે. વર્ષ 2021-22 દરમિયાન ભારતમાં 45.76 મિલિયન હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું હતું. જેમાંથી ડાંગરનું કુલ ઉત્પાદન 129.66 મિલિયન ટન જેટલું થયું હતું. ભારત ડાંગરનો વિશ્વમાં સૌથી મોટો વાવેતર કરતો, બીજો સૌથી મોટો ઉત્પાદક અને ત્રીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. ડાંગરના પાકમાં શીથ બ્લાઈટ રોગને કારણે ભારે નુકસાન (54.3 % સુધી) થાય છે.

ડાંગરના પાકમાં આવતા શીથ બ્લાઈટ રોગના નિયંત્રણ માટે જૂનાગઢના વધાવી ગામના વતની મયુર રાજેશભાઈ ઠેસિયાએ સંશોધન કર્યું છે. મયુર ઠેસિયાએ રજૂ કરેલા “મેપિંગ ક્યુએન્ટિટેટિવ ટ્રાઈટ લોકી એન્ડ બાયોકેમિકલ એનાલિસિસ ઓફ શીથ બ્લાઈટ રેઝિસ્ટન્સ ઈન રાઈસ” રિસર્ચને પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણાએ માન્ય કરીને પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે.
ડાંગરના પાકમાં આવતા શીથ બ્લાઇટ રોગને અટકાવવા માટે જૈવિક નિયંત્રણો બિનઅસરકારક છે. જ્યારે શીથ બ્લાઇટને અટકાવવા માટે ફૂગનાશકના આડેધડ ઉપયોગથી પર્યાવરણને મોટું નુકશાન થઈ રહ્યું હોવાની જોવા મળે છે. જો સમયસર શીથ બ્લાઇટને નિયંત્રણ કરવામાં ન આવે તો પાક ઉત્પાદન ઉપર સીધી અસર જોવા મળે છે.

મયુર ઠેસિયાએ પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણમાં રજુ કરેલા “ચોખામાં શીથ બ્લાઈટ રોગના રોગપ્રતિકાર વિસ્તારની ઓડખાણ અને બાયોકેમિકલ વિશ્લેષણ” સંશોધનમાં શીથ બ્લાઈટ સામે મધ્ય રોગપ્રતિકારકર્તા ધારવતી ડાંગરની એડવાન્સ લાઈન વિકસિત કરી છે. આ લાઈનમા શીથ બ્લાઈટ રોગ ખૂબ જ ઓછો આવે છે.
ભવિષ્યમાં આ સંશોધનની લાઇનને આગલની પેઢી માટે ઉપયોગી બનશે. તેમજ તેના પ્રયોગ કરીને માન્યતા મળશે તો ભવિષ્યમાં ખેડુતને ડાંગરની એક રોગ પ્રતિકારક જાત આપી શકાશે.
આ અગાઉ મયુર ઠેસિયાએ વર્ષ 2019માં ASRB નેશનલ એલિજીબીલીટી ટેસ્ટ પાસ કરી છે. તેમજ ભારત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ દ્વારા પ્રાઈમ મિનિસ્ટર ફેલોશિપ સ્કિમ ફોર ડોક્ટરલ રિસર્ચ અને ઈન્સપાયર એવોર્ડ-2020, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ડો.એચ.યુ. જોશી ગોલ્ડ મેડલ, આઈ.સી.એ.આર.નો એસ.આર.એફ. એવોર્ડ તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એમ.સી.એમ. એવોર્ડ પ્રાપ્ત થયો છે. મયુર ઠેસિયાએ પંજાબ કૃષિ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરતા સમગ્ર ઠેસિયા પરિવાર તથા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
