Team Chabuk-Gujarat Desk: પેપર લીક કાંડ બાદ આખરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાએ રાજીનામું આપી દીધું છે. અસિત વોરા ઉપરાંત અન્ય બોર્ડ નિગમના ચેરમેને પણ રાજીનામા આપ્યા છે. જેમાં આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતનો સમાવેશ થાય છે. આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે પણ પોતાના બોર્ડ નિગમના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનું રાજીનામું સોપ્યું છે. ગત 12મી ડિસેમ્બરે રાજ્યભરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક થયાના પુરાવા પણ આપ્યા હતા. પેપર લીક થયાનું સરકાર દ્વારા સ્વીકારીને હેડ ક્લાર્કની પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી હતી. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદે રહેલા અસિત વોરાનું રાજીનામું લઈ લેવાની માંગ ઉગ્ર બની હતી. રાજકીય પાર્ટીઓએ પણ આ મામલે સરકાર ઉપર દબાણ વધાર્યું હતું. પરંતુ સરકાર દ્વારા અસિત વોરાને ક્લિન ચીટ આપી દેવામાં આવી હોય તેવા નિવેદનો સામે આવ્યા હતા.
પેપર લીક થયું હોવા છતાં અસિત વોરાનું રાજીનામું નહીં લેવાતા યુવાનોમાં પણ રોષ ફાટી નિકળ્યો હતો. ત્યારે પેપર લીક બાદથી અસિત વોરાનું રાજીનામાની માગ કરવામાં આવી રહી હતી. ત્યારે આજે આખરે સામે ચાલીને અસિત વોરાએ સ્વૈચ્છિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામું સોંપી દીધું છે. અસિત વોરા ઉપરાંત જીઆઈડીસીના ચેરમેન પદેથી બળવંતસિંહ રાજપુત અને સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિ કાર્યવાહક અધ્યક્ષ પદેથી આઈ.કે.જાડેજાએ પણ રાજીનામું આપ્યું છે.
કોણ છે અસિત વોરા ?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદે રહીને અનેક વખત વિવાદોમાં આવનાર અસિત વોરા અમદાવાદ શહેરના મેયર રહી ચુક્યા છે. અમદાવાદના મણિનગરમાંથી કોર્પોરેટર તરીકે સૌપ્રથમ વખત ચૂંટાયા. એક ખાનગી કંપનીમાં જનસંપર્ક અધિકારી હોવા ઉપરાંત રાજકીય પ્રવૃત્તિઓ કરતાં હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બન્યા. ત્યારબાદ અઢી વર્ષ માટે મેયર બન્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
