Homeગામનાં ચોરેપેપર ફૂટ્યું: મુખ્યમંત્રીએ કહ્યું, ‘પરીક્ષા ફરીથી લેવામાં આવશે’

પેપર ફૂટ્યું: મુખ્યમંત્રીએ કહ્યું, ‘પરીક્ષા ફરીથી લેવામાં આવશે’

Team Chabuk-National Desk: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોમવારના રોજ રાજસ્થાન અધ્યાપક પાત્રતા પરીક્ષા (રીટ) 2021નાં લેવલ-2 પેપરને રદ્દ કરવાની ઘોષણા કરી છે. સીએમ ગેહલોતે કહ્યું હતું કે આ પરીક્ષાને ફરીથી લેવામાં આવશે. રીટ પેપર લીકને લઈ ગેહલોત સરકારની વિરૂદ્ધ વિપક્ષ અને વિદ્યાર્થીઓનો વિરોધ સતત વધી રહ્યો હતો. એસઓજીની તપાસમાં સ્પષ્ટ રૂપથી સાબિત થયું છે કે રીટનું પેપર ફૂટ્યું હતું.

રાજસ્થાનમાં વિપક્ષ ભાજપે કર્યો ભરપૂર વિરોધ

રીટ 2021 પેપર લીકને લઈ રાજ્યમાં વિપક્ષી પાર્ટી ભાજપ ભરપૂર વિરોધ કરી રહી છે અને અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર પર આક્ષેપ લગાવી રહી છે. રાજ્યના કેટલાય સ્થાનો પર વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં પરીક્ષામાં થયેલા ગોટાળાને લઈ સરકારના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષાને લઈ રદ્દ કરવાની માગણી કરી રહ્યા છે. રીટ પેપર લીક કાંડનો મુદ્દો લોકસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. રાજસ્થાનના નાગોરથી આરએલપીના સાંસદ હનુમાન બેનીવાલે આ પરીક્ષાને રદ્દ કરવા અને પેપરલીકમાં સીબીઆઈની તપાસ બેસાડવાની માગ ઉઠી હતી.

ગુજરાતમાં આસિત વોરાનું રાજીનામું

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના પાડોશી રાજ્ય ગુજરાતમાં પણ પેપર ફૂટવાની ઘટના સામે આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગીમંડળનું હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ આજે આસિત વોરાએ પણ રાજીનામું આપ્યું છે. વોરાના કાર્યકાળમાં બે વખત પેપર ફૂટ્યા હતા. એક વખત 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. તો આ પહેલા 2019માં પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ બંને વખતે અસિત વોરા જ GSSSBના ચેરમેન હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments