Homeગુર્જર નગરીસુરતઃ લઘુશંકા બાબતે ટકોર કરતાં યુવકની હત્યા, યુવક ઘરેથી કહીને નિકળ્યો હતો...

સુરતઃ લઘુશંકા બાબતે ટકોર કરતાં યુવકની હત્યા, યુવક ઘરેથી કહીને નિકળ્યો હતો કે ‘મા હું 10 મિનિટમાં આવુ છું’

Team Chabuk-Gujarat Desk: સુરતમાં વધુ એક હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. શહેરના રાંદેર વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેવાઈ. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પોલીસ તપાસમાં ખુલ્લામાં લઘુશંકા કરવા બાબતે ઠપકો આપતા ઠપકો આપનારા યુવકની તેની હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, રાંદેર પાલનપુર પાટિયા નજીક બંટી ઉર્ફે રવિ સોલંકી નામના યુવકની હત્યા થઈ ગઈ હતી. મૃતક યુવક સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તે પોતાની માતાને કહીને નીકળ્યો હતો કે, મા હું ૧૦ મિનિટમાં આવું છું. જો કે, હવે રવિ ક્યારેય ઘરે પરત નહીં ફરી શકે.

પિતાના અવસાન બાદ વિધવા માતાને આર્થિક મદદ માટે રવિએ સિક્યોરિટી ગાર્ડની નોકરી શરૂ કરી હતી. મોટો દીકરો હોવાથી ઘરની બધી જ જવાબદારી તેના ખભા પર હતી. રવિની માતા ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે કામ કરે છે. જવાનજોધ દીકરાની હત્યાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને હવે ન્યાયની માગણી કરી રહ્યો છે.

આ મુદ્દે પોલીસે જણાવ્યું કે સંજય નામનો શખ્સ જાહેરમાં લઘુશંકા કરતો હતો. ત્યારે પરિચિત બંટી ઉર્ફે રવિ નામના શખ્સે અહી લઘુશંકા ન કરવા ટકોર કરી હતી. જેથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ સંજય તેના ત્રણેક સાગરીતો સાથે આવ્યો હતો અને રવિને માર માર્યો હતો. આ જ દરમિયાન સંજયે રવિને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટનામાં સારવાર દરમિયાન રવિનું મોત થયું છે. હાલ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments