Homeગામનાં ચોરેપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાક રેન્જર્સે કરી ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાક રેન્જર્સે કરી ધરપકડ

Team Chabuk-International Desk: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) ધરપકડ કરવામાં આવી છે. પાક રેન્જર્સ દ્વારા ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની ધપરકડ એવા સમયે થઈ છે, જ્યારે હાલમાં જ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અધિકારી મેજર જનરલ ફૈસલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈમરાન ખાન આજે કોર્ટમાં હાજર થતાં ભ્રષ્ટાચાર બદલ તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ઈસ્લામાબાદની કોર્ટમાં હાજર થયા હતા. ત્યાંથી બહાર નીકળતાં જ તેમની ધરપકડ કરાઈ છે.

doctor plus

ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે મેજર જનરલ ફૈસલ નસીર તેમની હત્યા કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈમરાનના આ નિવેદન માટે પાકિસ્તાની સેનાએ તેમને ફટકાર લગાવી હતી. પાકિસ્તાની મીડિયા મુજબ, ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહાર રેન્જર્સ દ્વારા અલ-કાદિર ટ્રસ્ટ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. અહીં ઈમરાન ખાન પોતાના વિરુદ્ધ નોંધાયેલા કેસમાં જામીન લેવા માટે પહોંચ્યા હતા.

અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. આ યુનિવર્સિટી સંબંધિત બાબત છે. ઈમરાને વડાપ્રધાન તરીકે આ યુનિવર્સિટીને કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે રીતે આપી હતી. આ કેસનો ઘટસ્ફોટ પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝે કર્યો હતો. ઈમરાન ખાનની ધરપકડ દરમિયાન ઈમરાન ખાનના વકીલ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments