Homeગુર્જર નગરીજૂનાગઢ સિવિલમાં છોકરી સાથે આટા મારતા યુવકોને ટકોર કરતાં મેડિકલ ઓફિસર પર...

જૂનાગઢ સિવિલમાં છોકરી સાથે આટા મારતા યુવકોને ટકોર કરતાં મેડિકલ ઓફિસર પર હુમલો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર પર યુવકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસથી અજાણ્યા યુવકોના આટાફેરા વધી ગયા હતા. રાત્રિના સમયે કેટલાક યુવકો કાર લઈને આટા મારતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે છોકરીઓને કારમાં બેસાડીને આ યુવકો ફરતાં હોય છે. આ વાતની જાણ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરને થતાં તેઓએ આ યુવકોને આ બાબતે ટકોર કરી હતી. જે વાતનો ખાર રાખીને યુવકોએ મેડિકલ ઓફિસર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

 જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરના ક્વાર્ટરમાં ત્રણ શખ્સોએ ધસી જઈને, ધાક ધમકી આપી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના ક્વાર્ટસ નજીક કાળા કલરની એક સ્વીફ્ટ કારમાં છોકરીઓને બેસાડીને અમુક ઇસમો રાત્રિના સમયે ઘણા સમયથી આટાફેરા મારી રહ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.પાર્થસિંહ અભયસિંહ રાઠોડને કંઇક અજુગતુ લાગતા છોકરીઓને કારમાં બેસાડી આટાફેરા મારતા યુવકોને ટપાર્યા હતા. ત્યારબાદ યુવકો સિવિલ હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા હતા.

બાદમાં ગત રાત્રિના ત્રણ શખ્સો ડો.પાર્થસિંહ રાઠોડના સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા બી-ટુ ક્વાર્ટસમાં ઘુસી ગયા હતા અને તું કેમ પૂછપરછ કરતો હતો ? તારા કારણે અમારી કારમાં નુકસાન થયું છે, અને તેના રૂપિયા તારે આપવા પડશે તેમ કહી અપશબ્દો કહ્યા હતા. યુવકોએ મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ મેડિકલ ઓફિસરે આરોપ લગાવ્યો છે.

આમ આ સમગ્ર મામલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.પાર્થસિંહ રાઠોડે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments