Homeગામનાં ચોરેજાણીતા સિંગર ડીજે એજેક્સની લટકતી હાલતમાં લાશ મળી, પરિવારે ગર્લફ્રેન્ડ પર લગાવ્યા...

જાણીતા સિંગર ડીજે એજેક્સની લટકતી હાલતમાં લાશ મળી, પરિવારે ગર્લફ્રેન્ડ પર લગાવ્યા ગંભીર આરોપ

Team Chabuk-National Desk: ઓડિશાના જાણીતા સિંગર ડીજે એજેક્સ (dj azex) મૃત હાલતમાં મળી આવ્યો છે. ડીજે એજેક્સ જે સ્માઈલિંગ ડીજે અક્ષય કુમાર તરીકે પણ જાણીતો છે. ડીજે એજેક્સનો મૃતદેહ શનિવારે સાંજે ભુવનેશ્વર સ્થિત તેના ઘરેથી મળી આવ્યો છે. મૃતદેહ મળતાં તેને કેપિટલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જો કે ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડીજી એજેક્સ ક્યાં કારણોસર મૃત્યુ પામ્યો તે હજું સુધી જાણી શકાયું નથી પરંતુ પરિવારજનો ડીજે એજેક્સની ગર્લફ્રેન્ડ પર આરોપ લગાવી રહ્યા છે.

ડીજે એજેક્સના મોત મામલે ભુવનેશ્વર ઝોન-1ના એસીપી માનસ ગડનાયકે કહ્યું કે, ‘અક્ષય મહારાણાનો મૃતદેહ શનિવારે રાત્રે લગભગ 11.15 વાગ્યે કેપિટલ હોસ્પિટલને મળ્યો હતો. તેણે પોતાના રૂમમાં આત્મહત્યા કરી લીધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ડીજે એજેક્સના પિતાએ કહ્યું હતું કે, ‘ગઈ સાંજે જ્યારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે તે તેના રૂમમાં હતો. જ્યારે અમે તેને ડિનર માટે બોલાવ્યો ત્યારે તેણે દરવાજો ખોલ્યો ન હતો. અમે દરવાજો તોડ્યો ત્યારે તે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.’

એજેક્સના સારા મિત્ર એવા રાહુલે દાવો કર્યો છે કે, ડીજે એજેક્સના મૃત્યુ પાછળ લવ ટ્રાએન્ગલ છે. તેણે આરોપ લગાવ્યો હતો કે એજેક્સની ગર્લફ્રેન્ડનું અન્ય યુવક સાથે અફેર હતું અને તે ડીજેને બ્લેકમેલ કરી રહી હતી.

રાહુલે દાવો કર્યો છે કે, ‘એજેક્સ તેની ગર્લફ્રેન્ડના કારણે છેલ્લા 15 દિવસથી માનસિક તણાવમાં હતો. મારી સલાહ છતાં તેણે તેની ગર્લફ્રેન્ડને 15,000 રૂપિયા આપ્યા હતા. તે તેની ગર્લફ્રેન્ડ માટે સ્કૂટી ખરીદવાનું પણ પ્લાન કરી રહ્યો હતો. એજેક્સની માતા તરફથી લેખિત ફરિયાદ મળ્યા બાદ ખરબેલા નગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments