Team Chabuk-Gujarat Desk: જેતપુરના એસ.ટી. ડેપોના અધિકારી અને મહિલા કંડક્ટરની વાતચીતની વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં એસ.ટી. ડેપોના અધિકારી મહિલા કંડક્ટર સાથે ફ્લર્ટ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. હાલ આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. વાઇરલ થઈ રહેલી ઓડિયો ક્લિપ જેતપુર એસ.ટી. ડેપોના ટ્રાફિક ઈન્સ્પેક્ટર રામકુ ગીરા અને મહિલા કંડક્ટર વચ્ચેની હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઓડિયો ક્લિપમાં જેતપુર એસ.ટી.ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર રામકુ ગીરા મહિલા કંડક્ટર સાથે ફ્લર્ટ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. ટ્રાફિક ઈન્સ્પેક્ટર મહિલા કંડક્ટર પાસે આડકતરી રીતે બિભત્સ માગણી પણ કરી રહ્યા છે. આડકતરી રીતે દૂધમાં સાકરની જેમ ભળી જવાનું કહી રહ્યા છે અને ગ્રીન સિગ્નલ આપવાની વાત કરી રહ્યા છે.
મહિલા કંડક્ટર અને એસ.ટી. અધિકારી વચ્ચેની વાતચીત
મહિલા કંડક્ટરઃ હેલ્લો..
ST અધિકારીઃ હેલ્લો..
મહિલા કંડક્ટરઃ હા..બોલો..બોલો રામકુભાઈ…
ST અધિકારીઃ બુકિંગ થઈ ગયું ?
મહિલા કંડક્ટરઃ હે ?
ST અધિકારીઃ એ…બુકિંગ થઈ ગયું કહું…..
મહિલા કંડક્ટરઃ હા. બુકિંગ થઈ ગયું હો.
ST અધિકારીઃ તો વાંધો નહીં… મે કીધુ વળી પાછા ડિસ્ટર્બ થાયને..બુકિંગ ન થાયને વળી પાછુ ઉપાધિ જેવું નથીને.
મહિલા કંડક્ટરઃ ના બુકિંગ થઈ ગયું હવે તો ઉતારવાના છે…આવે તો લેવાના છે.
ST અધિકારીઃ મારા લાયક કંઈ હોય તો ફરમાવજો સેવા, કંઈ પણ હોય..
મહિલા કંડક્ટરઃ હા..હા..
ST અધિકારીઃ બરાબર
મહિલા કંડક્ટરઃ ના..ના..કહીશું..
ST અધિકારીઃ ક્યારેક કંઈ વાતચીત કરવી હોય તો..
મહિલા કંડક્ટરઃ હા. હા..
ST અધિકારીઃ આપણે દૂધમાં સાકર ભળે તેમ ભળી જવાનું…
મહિલા કંડક્ટરઃ હા.. હા..
ST અધિકારીઃ તને કંઈ તકલીફ ન પડે એમ..
મહિલા કંડક્ટરઃ હા.હા..
ST અધિકારીઃ મારી પાસે નથી કોઈ
મહિલા કંડક્ટરઃ હા. હા…
ST અધિકારીઃ દૂધમાં સાકર ભળે તેમ ભળી જવાનું…
મહિલા કંડક્ટરઃ હા.. હા..
ST અધિકારીઃ તુ કંઈક કે..ગ્રીન સિગ્નલ મળે તો કંઈ ખબર પડેને…
મહિલા કંડક્ટરઃ હું કઈ સમજતી નથી.. તમે અધિકારી થઈને આવી વાતો કરો મને કંઈ ખબર નથી પડતી.
ST અધિકારીઃ હા..કંઈ નહીં એવું કઈ હોય તો કહેજો..
મહિલા કંડક્ટરઃ હા..એવું કઈ એસટીને લાયક કામ હોય તો કહીએ જ ને આપણે..
તપાસના આદેશ
જૂનાગઢ એસ.ટી. ડિવિઝનના જેતપુર એસ.ટી. ડેપોના અધિકારી અને મહિલા કંડક્ટર વચ્ચેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૂનાગઢ એસ.ટી. ડિવિઝનના વડા હરકતમાં આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસનો આદેશ કરવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત