શૈલેષ નાઘેરા: વાવાઝોડાને એક મહિનો પૂર્ણ થયો છે પરંતુ ઊના, કોડિનાર અને ગીર ગઢડાના અંતરિયાળ ગામડાઓમાં હજુ વીજ પૂરવઠો પૂર્વવત નથી થયો. વાડી વિસ્તારમાં લોકો દીવાની મદદથી રાતો પસાર કરી રહ્યા છે. ગામ લોકોને એ પણ નથી ખબર કે તેમના ઘરે બલ્બ ફરી ક્યારે ઝળકશે. ગામડામાં એવી અફવાઓએ જોર પકડ્યું છે કે, લાઈટ દિવાળી સુધી નહીં આવે ? કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરી રહ્યા છે જે ખેડૂતોના ખિસ્સા ખાલી કરી રહ્યું છે.
ધારાસભ્ય પૂંજા વંશનો આરોપ
ગ્રામ્ય વિસ્તારમાં લોકો વીજળીની મીટ માંડીને બેઠા છે બીજી તરફ ઊનાના ધારાસભ્ય પૂંજા વંશે એવો આરોપ છે કે, વીજ વિભાગની જે ટીમ ઊના અને ગીર ગઢડામાં આવી હતી તેમને પરત મોકલી દેવામાં આવી છે. સાથે જ પૂરતી સાધન-સામગ્રી ન આવતી હોવાથી પણ કામને બ્રેક લાગી ગઈ છે. ખેતીના કનેક્શન ફરીથી શરૂ કરવા માટે ધારાસભ્ય પૂંજા વંશે ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરી છે.
વરસાદ વધારશે મુશ્કેલી
હાલ ચોમાસુ માથે છે. વાવણીનો સમય છે. જો વીજ વિભાગ કામમાં વિલંબ કરશે અને વરસાદ મંડાઈ જશે તો વીજ કર્મચારીઓને પણ ખેતરોમાં કામ કરવું અશક્ય થઈ જશે. કારણ કે, ખેતરોમાં વીજ પોલ ઉભા કરવા માટે ત્યાં સુધી પહોંચવું પડે જે મહેનત માંગી લેશે. કારણ કે મોટા ભાગના ખેતરોમાં પહોંચવા માટે ગાડાવટ હોય છે જે ચોમાસામાં બંધ થતા હોય છે. તો ખેડૂતોએ પણ વાવણીની તૈયારીઓ કરી લીધી છે જેથી એકવાર પાક લઈ લીધા પછી ખેડૂતો પટે પણ નુકસાન સહન કરવું મોંઘુ પડશે.
45 હજારથી વધુ પોલ ઉભા કરવાના બાકી
હજુ ગીરગઢડા, ઊના અને કોડિનારના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી વિસ્તારની એજી લાઈન શરૂ કરવા માટે 45 હજાર કરતાં વધુ ઈલેક્ટ્રોનનિક પોલ ઉભા કરવાના બાકી છે. તેની સામે સબ સ્ટેશન, વાયર અને અન્ય સામગ્રીની જરૂરિયાત છે જે જથ્થો હાલ PGVCL પાસે ઉપલબ્ધ ન હોવાનો દાવો કરાયો છે. આમ હાલની સ્થિતિને જોતા ખેતીવાડી વિસ્તારમાં વીજળી મળવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગે તેવા એંધાણ છે.
કેટલા સમયમાં વીજળી ચાલુ થાય તે કહી શકાય નહીંઃ કાર્યપાલક ઈજનેર, PGVCL
આ અંગે ટીમ ચાબુકે PGVCLના કાર્યપાલક ઈજનેર યશપાલસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે, “ચોમાસુ આવી ગયું છે એટલે ક્યારે વીજળી ચાલુ થાય તે કહી શકાય નહીં. હજુ 45 હજાર જેટલા પોલ ઉભા કરવાના બાકી છે. જેથી કેટલા સમયમાં ખેતીવાડીની વીજળી ચાલુ થાય તે કહીં શકાય નહીં. તેમણે દિવાળી પહેલાં વીજળી ફરી પૂર્વવત થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.”
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત