Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશે પાંચમા અને છેલ્લા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 60 રને હરાવી પાંચ મેચની ટી-ટ્વેન્ટી સીરીઝ 4-1થી પોતાના નામે કરી લીધી છે. અહીંના શેરે બાંગ્લા ક્રિકેટ સ્ટેડિયમમાં અંતિમ મુકાબલામાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા આઠ વિકેટના નુકસાન પર 122 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પત્તાના મહેલની માફક માત્ર 62 રનમાં ઢેર થઈ ગઈ હતી. બે ખેલાડીઓને છોડતા ઓસ્ટ્રેલિયાનો કોઈ પણ ખેલાડી બે આંક સુધી વ્યક્તિગત સ્કોરને પહોંચાડી નહોતો શક્યો.
બાંગ્લાદેશની તરફ શાકિબ અલ હસને 9 રન આપીને ચાર જ્યારે મોહમ્મદ સૈફીઉદ્દીને 12 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શાકિબને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ઈતિહાસની આ સૌથી ઓછા સ્કોરની ઈનિંગ હતી. 15 માર્ચ 1887 બાદ ઓસ્ટ્રેલિયાનો આટલો લોએસ્ટ સ્કોર જોવા મળ્યો છે. ટી ટ્વેન્ટીમાં ઓસ્ટ્રેલિયાનો સૌથી ઓછો સ્કોર 79 હતો. જે ઈંગ્લેન્ડ સામે બન્યો હતો. બાંગ્લાદેશ સામે 60 રન કરતા એ રેકોર્ડ પણ તૂટી ચૂક્યો છે.
- બાંગ્લાદેશના કિર્તીમાન
- ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પ્રથમ દ્વિપક્ષીય T-20 સીરીઝમાં જીત મેળવી
- ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પ્રથમ જીત
- ઓસ્ટ્રેલિયાને સૌથી ઓછા ટોટલમાં આઉટ કર્યું.
- અંતિમ 9 મેચમાંથી 8માં જીત મેળવી.
શાકિબ અલ હસને ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પૂર્ણ કરનારો પ્રથમ સ્પિનિર છે. તેણે 83 ઈનિંગમાં 20.63ની એવરેજથી 102 વિકેટ લીધી છે. ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં સર્વાધિક વિકેટ લેનાર બોલરમાં પ્રથમ સ્થાન પર લસિત મલિંગા છે. જેણે 107 વિકેટ લીધી છે. ત્રીજા અને ચોથા સ્થાન પર ક્રમશ: ન્યૂઝીલેન્ડનો ટીમ સાઉથી (99) અને પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી (98) પર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત