Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનાર T20I વિશ્વકપની ટીમની જાહેરાત કરી દીધી છે. યુએઈ અને ઓમાનમાં સંયુક્ત રીતે યોજાનારા વિશ્વકપ માટે ન્યૂઝીલેન્ડ ટીમ જાહેર કરનારો પ્રથમ દેશ બની ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે આ વખતે વિશ્વકપ એશિયામાં યોજાવાનો છે. જેથી ન્યૂઝીલેન્ડે પોતાની ટીમમાં ત્રણ સ્પિન બોલર્સને સ્થાન આપ્યું છે. ટી ટ્વેન્ટી વિશ્વકપ માટે રોસ ટેલર, કોલિન ડી ગ્રેંડહોમ અને ફિન એલનને જગ્યા નથી મળી.
ફાસ્ટ બોલર એડમ મિલ્નેને સ્ટેન્ડબાયના રૂપે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જે ટીમની સાથે રહેશે. જોકે તેને કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો જ ટીમમાં સામેલ કરવામાં આવશે. ટીમમાં લેગ સ્પિનર ટોડ એસ્ટલ, લેગસ્પિનિર ઈશ સોઢી અને ઓલરાઉન્ડર મિશેલ સેન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ આ વર્ષના અંતમાં ત્રણ ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય મેચ માટે ભારતનો પ્રવાસ પણ કરશે.
ન્યૂઝીલેન્ડની ટીમમાં ચાર ફાસ્ટ બોલર છે. ટીમ સાઉથી, કાઈલ જેમીસન અને લોકી ફર્ગ્યુસન. ટીમ સાઉથીને છોડતા અન્ય ત્રણ બોલર પાસે આઈપીએલમાં રમવાનો પણ સારો અનુભવ છે. જે ટીમનાં ફાયદામાં રહી શકે છે. બોલ્ટ મુંબઈ ઈન્ડિયન્સ જ્યારે જૈમીસન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે અને ફર્ગ્યુસન કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે રમે છે.
ન્યૂઝીલેન્ડને ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ટી ટ્વેન્ટી વિશ્વકપમાં બે ક્વાલીફાયરની સાથે ગ્રુપ-2માં રાખવામાં આવી છે. એ પછી તેઓ એક ટી ટ્વેન્ટી સીરીઝ માટે ભારત આવશે. જેમાં બે ટેસ્ટ પણ રમવાની રહેશે. ન્યૂઝીલેન્ડ એક મહિના બાદ હવે ટેસ્ટ ટીમની ઘોષણા કરશે.
ન્યૂઝીલેન્ડની ટીમ
- કેન વિલિયમસન
- ટોડ એસ્ટલ
- ટ્રેન્ટ બોલ્ટ
- માર્ક ચેપમેન
- ડેવોન કોન્વે
- લોકી ફર્ગ્યુસન
- માર્ટિન ગુપ્ટિલ
- કાઈલ જેમિસન
- ડૈરિન મિચેલ
- જિમ્મી નીશામ
- ગ્લેન ફિલિપ્સ
- મિચેલ સેટનર
- ટીમ સાઈફર્ટ
- ઈશ સોઢી
- ટીમ સાઉથી
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત