Homeદે ઘુમા કેIND vs AUS: ઓસ્ટ્રેલિયાને 2 રન પર 2 ઝટકા, ટોસ જીતી પહેલા...

IND vs AUS: ઓસ્ટ્રેલિયાને 2 રન પર 2 ઝટકા, ટોસ જીતી પહેલા બેટિંગનો લીધો હતો નિર્ણય

Team Chabuk-Sports Desk: પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને શરૂઆતમાં જ બે મોટા ઝટકા આપ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમના બે દિગ્ગજ ખેલાડીઓઓ ટીમના કુલ 2 રનમાં પવેલિયનનો રસ્તો પકડ્યો છે. ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા 1-1 રન બનાવી આઉટ થયા છે. વોર્નરને મોહમ્મદ શામીએ બોલ્ડ કર્યો જ્યારે ખ્વાજા મોહમ્મદ સિરાજની ઓવરમાં lbw થયો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ નાગપુર ખાતે શરૂ થઇ છે. આ મેચ 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રમાશે. બંને ટીમો છેલ્લા ઘણા દિવસોથી સતત મેદાન પર પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી. આ સિરીઝ જીતીને બંને ટીમો પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં પહોંચવાની સારી તક છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરતી જોવા મળી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ પ્રથમ મેચમાં જ ઘણા ખેલાડીઓની અદલાબદલી કરી છે. તેણે આ 2 સ્ટાર મેચ વિનર ખેલાડીઓને જ પ્રથમ મેચ માંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.

ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. છેલ્લા ઘણા સમયથી તે સતત સદી ફટકારતો જોવા મળ્યો હતો. તેણે ત્રણેય ફોર્મેટમાં કમાલ કર્યો છે છતાં પણ મહત્વની મેચમાં જ તેને બહાર થવું પડ્યું છે.

ભારતીય સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને પણ સ્થાન મળ્યું નથી. છેલ્લી ઘણી મેચોમાં આપણે જોઇએ તો તે મેન ઓફ ધ મેચ બનતો આવ્યો છે. ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં તેણે ભારતીય ટીમ માટે ઘણી વિકેટો લીધી છે છતાં પણ પ્રથમ ટેસ્ટ મેચમાં તેને સ્થાન મળ્યું નથી.

ભારતીય ટીમ: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments