Homeગુર્જર નગરીઝઘડાનો કરૂણ અંત: પત્નીની હત્યા કરીને પતિ ફરાર થયો, અજાણ્યા વાહનની અડફેટે...

ઝઘડાનો કરૂણ અંત: પત્નીની હત્યા કરીને પતિ ફરાર થયો, અજાણ્યા વાહનની અડફેટે પતિનું પણ મોત

Team Chabuk-Gujarat Desk: ભાવનગરના ઉમરાળાના રંધોળા ગામે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો કરૂણ અંત આવ્યો. ગામની ઓમકાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાની પતિએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી. જોકે, હત્યા કરીને ભાગેલા પતિનું પણ રંધોળા ગામ નજીક અજાણ્યા વાહન અડફેટે મોત થયું.

35 વર્ષના શિક્ષિકા મોનિકા અનિલકુમાર જૈન રંધોળા ગામમાં આવેલી ઓમકાર સ્કૂલમાં નોકરી કરતા હતા અને સ્કૂલના સ્ટાફ ક્વાર્ટરમાં જ રહેતા હતા. પતિ અનિલકુમાર જૈન સાથે અવારનવાર ઝઘડો થતો હતો. મંગળવારે પણ ઝઘડો થયો અને વાત હત્યા સુધી પહોંચી ગઈ.

મોનિકાબેનને કોઈ હથિયાર વડે માથાના ભાગે તેમજ કપાળ અને હાથના ભાગે આડેધડ ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હલતે મોનિકાબેનને સારવાર અર્થે પ્રથમ સિહોર અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ તપાસ કરતા પતિનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારીયાએ કહ્યું હતું કે, ઉમરાળા તાલુકામાં શિક્ષિકાબેનની હત્યાની ઘટના બની છે, સમગ્ર બનાવવાની હકીકત એવી છે કે ઓમકાર શાળામાં આ બહેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતા, બંને પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો, ગત મોડીરાત્રે અનિલ જૈને આવેશમાં આવી તેની પત્નીને ચપ્પાના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, મોનિકાબેન ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયા તેનું મોત નીપજ્યું હતું, તેના પતિ ભાગવા જતા અકસ્માતમાં તેનું પણ મોત થયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments