Team Chabuk-Sports Desk: પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં નોટ આઉટ 105 રનની ઈનિંગ રમી ઈતિહાસ રચી દીધો છે. બાબરે પોતાના વનડે કરિયરની 16મી સેન્ચુરી ફટકારી હતી. ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હકની સાથે મળી બીજી વિકેટ માટે 190 રનની ભાગીદારી નોંધી હતી. બાબર અને ઈમામની મેરેથોન ભાગીદારીની મદદથી પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને ત્રીજી વનડેમાં પરાજય આપી શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. હવે બાબર વનડેમાં સૌથી ઝડપી 16 સેન્ચુરી ફટકારનારો બેટર બની ગયો છે.
27 વર્ષીય બાબર આઝમે 84 ઇનિંગમાં 16 સેન્ચુરી ફટકારી છે. તેણે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટર હાસિમ અમલાનો કિર્તીમાન તોડ્યો છે. અમલાએ 94 ઈનિંગ વડે 16 સેન્ચુરી ફટકારી હતી. આ પહેલા બાબરે વનડેમાં સૌથી ઝડપી સાતમી, તેરમી, ચૌદમી અને પંદરમી સેન્ચુરી ફટકારી હતી. બાબરે આ સેન્ચુરી પહેલા બીજી વનડેમાં પણ 100 રન ફટકાર્યાં હતા. વર્તમાન શ્રેણીમાં આ તેની સતત બીજી સેન્ચુરી છે.
115 બોલ પર 105 રન બનાવનારા બાબરે ઈનિંગમાં 12 ચોગ્ગા ફટકાર્યાં હતા. ઈમામ ઉલ હકે છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 100 બોલમાં 89 રન કરી બાબરને સાથ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પ્રથમ વનડેમાં બંનેએ 90 રન, બીજી વનડેમાં 111 રનની ભાગીદારી નોંધાવી હતી. હાલ બાબરની વનડેમાં એવરેજ 59 કરતા વધારે છે.
વનડેમાં બાબર આઝમ પાકિસ્તાન તરફથી સૌથી વધારે સેન્ચુરી ફટકારનારા ખેલાડીઓની સૂચિમાં બીજા સ્થાન પર આવી ગયો છે. તેના નામે 84 ઈનિંગમાં 16 સેન્ચુરી છે. તેણે મોહમ્મદ યુસુફની 267 ઈનિંગમાં 15 વનડે સેન્ચુરીને પાછળ છોડી છે. આ લિસ્ટમાં પૂર્વ પાકિસ્તાની ઓપનર સઈદ અનવર પ્રથમ નંબર પર છે. જેણે 244 ઈનિંગમાં 20 સેન્ચુરી ફટકારી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત