Team Chabuk-Gujarat Desk: નડિયાદના કણજરી ગામે રુંવાડા ઊભા કરે તેવી ઘટના સામે આવી છે. અહીં નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી છુટા અંગો સાથે નવજાત બાળક મૃત મળી આવ્યું છે. સમગ્ર ઘટના ઘ્યાને આવતા પોલીસ દોડી આવી હતી. આ નવજાત બાળકને જીવિત કે મૃત હાલતમાં પોતાનું પાપ છુપાવવા ત્યજી દેવાયું હોવાની શંકા છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર દોડી આવ્યા હતા.
આ મામલે ચકલાસી પોલીસમાં સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કોઈ અજાણ્યા દંપતિ દ્વારા પાલીકાના હદની કોઈ પણ જગ્યાએથી ગટરના ગંદા પાણીના નિકાલમાં આ રીતે બાળકને જીવત કે મૃત હાલતમાં ફેકી દેતાં પુરા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ સમગ્ર મામલે ચકલાસી પોલીસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર જયેશભાઇ અમૃતભાઈ કૃષિકરની ફરિયાદના આધારે આઈપીસી 318ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
