Homeગુર્જર નગરી24 કલાકમાં વરસાદની ફરી થશે ધમાકેદાર એન્ટ્રી, જાણો શું છે મોટી આગાહી

24 કલાકમાં વરસાદની ફરી થશે ધમાકેદાર એન્ટ્રી, જાણો શું છે મોટી આગાહી

Team Chabuk-Gujarat Desk: વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો. રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લમાં પણ વરસાદ વરસશે.

હાલ રાજ્યમાં પૂરતો વરસાદ થઇ ચૂક્યો છે અને આગામી દિવસોમાં છૂટાછવાયો વરસાદ થવાની સંભવના છે. 17થી 30ઑગસ્ટ દરમિયાન થનારો વરસાદ ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે. આ વરસાદનું પાણી સારું રહેશે અને પહેલાના જમાનામાં મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરવામાં આવતું હતું.

gujarat Rain (2)

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments