Homeગુર્જર નગરીપહેલઃ સરપંચે ગામ લોકો માટે ફ્રીમાં આપેલી એમ્બ્યુલન્સ સેવાથી પ્રભાવિત થઈ બે...

પહેલઃ સરપંચે ગામ લોકો માટે ફ્રીમાં આપેલી એમ્બ્યુલન્સ સેવાથી પ્રભાવિત થઈ બે યુવકે પણ ભેટ આપી એમ્બ્યુલન્સ

Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારી સામે લડવા ગામડાઓ મક્કમ બન્યા છે. કોરોના સામેની લડાઈમાં રોજ ગામડાઓમાંથી કોરોનાની લડાઈમાં યોગદાનના અહેવાલો વાંચવા અને સાંભળવા મળી રહ્યા છે. ગ્રામપંચાયતો અને સરપંચ કોરોનાને હરાવવા મક્કમ છે.

યાત્રાધામ બહુચરાજી ગ્રામ પંચાયતે કોરોનાને હરાવવા સંકલ્પ કર્યો છે. હાલ ગામડાઓથી શહેરમાં પહોંચવા માટે કોરોનાના દર્દીને એમ્બ્યુલન્સ વગર હેરાન થવું પડી રહ્યું છે. બહુચરાજીમાં પણ કોઈ વ્યક્તિની તબિયત વધુ લથડે તો એમ્બ્યુલન્સ શોધવામાં બહુ સમય લાગી જતો હતો. ગામના યુવા સરપંચના ધ્યાને આ બાબત આવતા તેઓએ તાત્કાલિક એક એબ્યુલન્સ વાન ગ્રામપંચાયતને ફાળવી દીધી છે. તેમનું આ સેવાકીય કામ જોઈને ગામના અન્ય બે યુવક પણ પ્રોત્સાહિત થયા અને તેમણે પણ ગામના લોકો માટે વધુ એક એમ્બ્યુલન્સ ભેટ આપવાની જાહેરાત કરી.

બહુચરાજીના સરપંચ દેવાંગ પંડ્યાએ સ્વખર્ચે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. એ પણ ગામ લોકો પાસેથી એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર. બહુચરાજીમાં અત્યાર સુધી એક પણ એમ્બ્યુલન્સ ન હતી. જો કે, હવે 2 એમ્બ્યુલન્સ તાલુકા વાસીઓને મળતા કોરોના દર્દીઓને સીધો લાભ મળશે.

બહુચરાજી પંથક મહેસાણા જિલ્લામાં થોડો પછાત ગણાય છે. આ વિસ્તારમાં સુવિધાઓનો આભાવ જોવા મળતો હોય છે. કોરોના મહામારીમાં આવો જ અભાવ ઇમરજન્સી સેવાનો હતો. કોરોનાની સારવાર માટે જિલ્લા મથક કે અન્ય મોટા શહેર સુધી પહોંચવા બહુચરાજી  સિવિલ સિવાય એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ ન હતી. ત્યારે યાત્રાધામ બહુચરાજીના  યુવા સરપંચ દેવાંગ પંડ્યાએ  સ્વ ખર્ચે એક 24 કલાક વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા પંચાયતને અર્પણ કરી. તેમની આ સેવાથી પ્રભાવિત થઈ બાજુના કાલરી ગામના 2 યુવાનો પણ આગળ આવ્યા અને અન્ય એક એમ્બ્યુલન્સ વાન સેવા માટે આપવાની જાહેરાત કરી. જેના લીધે હાલ બહુચરાજીમાં બે ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ વાન મળી ગઈ. બહુચરાજીથી મોટા શહેર સુધી પહોંચતા કેટલાય લોકોના જીવ જોખમમાં મૂકાતા હતા હવે આ સેવાથી દર્દીઓને સીધો લાભ મળી રહેશે.

બહુચરાજી તાલુકાની ગરીબ અને પછાત વર્ગ માટે મહેસાણા, પાટણ કે અમદાવાદ ઉચ્ચ સારવાર માટે જવા માટે એમ્બ્યુલન્સ સેવા ન હોવાથી પ્રાઇવેટ વ્હીકલમાં વધુ ચાર્જ ચૂકવવો પડી રહ્યો હતો. જેને ધ્યાનમાં રાખી બહુચરાજી ગ્રામજનો તેમજ તાલુકાના લોકો માટે બહુચરાજી ગ્રામ પંચાયત અને ઉત્સાહી સરપંચ આગળ આવ્યા છે. હાલમાં કોરોનાનું ગ્રામ્ય સ્તરે સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે આ સેવાથી દર્દીઓ  અને તેમના પરિવારની મુશ્કેલી થોડી હળવી બનશે. ગામ લોકો પણ આ ઉમદા કાર્યને બિરદાવી રહ્યા છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments