Homeસિનેમાવાદકેક પર દારુ રેડી 'જય માતાદી' બોલ્યો રણવીર, ફરિયાદ દાખલ

કેક પર દારુ રેડી ‘જય માતાદી’ બોલ્યો રણવીર, ફરિયાદ દાખલ

Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રિસમસ સેલિબ્રેટ કરતા અભિનેતાનો વીડિયો વાયરલ થયા બાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ મામલે FIR નોંધવામાં આવી નથી.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો ક્રિસમસ સેલિબ્રેટ કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર કેક પર દારુ રેડતા અને ‘જય માતા દી’ કહેતા જોવા મળે છે.
આ સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા. આ વીડિયોને લઈને સંજય તિવારીએ પોતાના વકીલ આશિષ રાય અને પંકજ મિશ્રા મારફતે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

રણબીર કપૂરની તાજેતરમાં જ આવેલી ફિલ્મ એનિમલ દર્શકોને ખુબ પસંદ આવી હતી. રણબીર કપૂરનો ક્રૂર અભિનય અને પિતા પ્રત્યેનો પ્રેમ લોકોને ગમ્યો હતો. મ્યૂઝિક અને ડાયલોગ્સ પણ લોકોને પસંદ આવ્યા હતા. જો કે, ફિલ્મ બાદ હવે રણવીર ફરી ચર્ચામાં આવ્યો છે. જો કે, આ વખતે તેની ચર્ચા નકારાત્મક રીતે થઈ રહી છે અને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

ranbir kapoor cake

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments