Homeદે ઘુમા કેવર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરુઆત, ભારતે ઓસ્ટ્રેલિયાના જડબામાંથી મેચ છીનવી

વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરુઆત, ભારતે ઓસ્ટ્રેલિયાના જડબામાંથી મેચ છીનવી

Team Chabuk-Gujarat Desk: ભારતીય ટીમે જીત સાથે ICC ODI વર્લ્ડ કપ 2023ની શાનદાર શરૂઆત કરી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમની પણ આ પ્રથમ મેચ હતી. પ્રથમ મેચમાં સ્ટાર સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે પોતાની બોલિંગથી ઓસ્ટ્રેલિયન ટીમને 199 રનમાં આઉટ કરી દીધી હતી. જાડેજાએ 3 અને કુલદીપે 2 વિકેટ ઝડપી હતી. આ પછી ભારતીય ટીમને 200 રનનો આસાન ટાર્ગેટ મળ્યો, પરંતુ એક સમયે આ પણ અશક્ય લાગતું હતું. આ પછી કિંગ કોહલીએ 85 રનની અણનમ ઈનિંગ રમી અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાને જીત અપાવી.

ભારતે માત્ર બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ ઓછા સ્કોરિંગ મેચમાં મેચનો પલટો ફેરવી દેશે, પરંતુ વિરાટ કોહલી અને કેએલ રાહુલે હાર ન માની અને ઓસ્ટ્રેલિયાના બોલરોના બોલનો સામનો કર્યો. બંનેએ ચોથી વિકેટ માટે 165 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી.

વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનનો બચાવ કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ પાડી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને પલટી દીધી.

IND vs AUS WorldCUP 2023

કોહલીએ 116 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રાહુલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે હાર્દિક પંડ્યા 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments