Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે. નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં હાર્ટ એટેકથી BSF જવાનનું મોત થયું છે. BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને મા ભોમની રક્ષા કાજે જઈ રહેલા ભારત માતાના સપૂતનો હાર્ટે એટેકે જીવ લીધો છે.
19 વર્ષની નાની ઉંમરે જવાનનું નિધન થતાં પરિવારજનોમાં માતમ છવાયો છે. આજે દિયોદરના મકડાલા ગામે હજારો લોકોની હાજરીમાં BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને મૃતક જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામના વતની 19 વર્ષીય રાહુલ મોટાભાઈ ચૌધરી એક વર્ષ અગાઉ BSFમાં જોડાયા હતા અને જેઓ ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન મકડાલા ગામે આવ્યા હતા. ટ્રિનિંગ પૂર્ણ કર્યા બાદ તેમનું પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં થયું હતું. જેથી તેઓ પશ્ચિમ બંગાળ જવા માટે નીકળ્યા હતા. પશ્ચિમ બંગાળ જતા પહેલા રાહુલ ચૌધરી અમદાવાદ ખાતે આવેલા મોટાભાઈના ઘરે ગયા હતા. જ્યાં તેઓને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ફરજ પર હાજર થતાં પહેલા જ અમદાવાદમાં તેઓનું હાર્ટ એટેકથી મોત થયું હતું. રાહુલ ચૌધરીનું માત્ર 19 વર્ષની નાની ઉંમરે નિધન થતા તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃત્યુ બાદ તેઓના પાર્થિવ દેહને માદરે વતન મકડાલા ગામે લાવવામાં આવ્યો હતો. જેની જાણ થતાં જ આજુબાજુના ગામના લોકો મકડાલા ગામે દોડી આવ્યા હતા. જે બાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. મૃતક જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જે બાદ BSF જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
