Homeગુર્જર નગરીઅમરેલીમાં મેઘરાજા ઓળઘોળઃ સતત ચોથા દિવસે વરસાદ

અમરેલીમાં મેઘરાજા ઓળઘોળઃ સતત ચોથા દિવસે વરસાદ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં મેઘરાજા જાણે મહેરબાન થયા હોય તેમ સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના વીજપડી ગામમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વીજપડી ગામમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર નદીની માફક પાણી વહ્યા છે. સતત ચોથા દિવસે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વીજપડી, ગોરડકા, ખડસલી, ભમર, છાપરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં  વરસાદના કારણે વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઈ છે.

રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસ્યો છે. આજે બપોર બાદ જૂનાગઢ શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વિસાવદર અને માળીયા હાટીનામાં પણ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના અનેક પથંકમાં શુક્રવારે મધ્યરાત્રિએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો.

બીજી તરફ આગામી 48 કલાકમાં કોંકણ, ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે 11મી જૂન, 2022ના રોજ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments