Team Chabuk-Gujarat Desk: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી આપી 1 કરોડ રૂપિયા આપવાની માંગણી કરનાર બનાસકાંઠાના વાવના કથાકાર બટુક મોરારિબાપુ આખરે ઝડપાઈ ગયો છે. ગઈકાલે ધમકી આપતો બટુક મોરારિબાપુનો વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા અને સમાચારોમાં બટુક મોરારિબાપુની જ ચર્ચા થઈ રહી હતી. વીડિયો વાઈરલ થયા બાદ વાવના કથાકાર બટુક મોરારિબાપુ ભાગી ગયા હતા. ત્યારે આજે બનાસકાઠાં એલસીબીએ બટુક મોરારિબાપુની રાજસ્થાનથી અટકાયત કરી લીધી છે.
મહત્વનું છે કે, બટુક મોરારિબાપુએ ગઈકાલે એક વીડિયો બનાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે એક કરોડ રૂપિયા માગ્યા હતા. જો રૂપિયા ના આપે તો ઉપાડીને ફેંકી દેવાની ધમકી ઉચ્ચારી હતી. મુખ્યમંત્રીને ધમકી આપતો વીડિયો વાઈરલ થયા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને બટુક મોરારિબાપુની શોધખોળ શરૂ કરી હતી. કથાકાર ગુજરાત છોડી રાજસ્થાન પહોંચી ગયો હોવાની જાણ થતા બનાસકાંઠા LCBએ બટુક મોરારિબાપુને રાજસ્થાનના રેવદર પાસેથી ઝડપી પાડ્યો હતો. બટુક મોરારિબાપુને ગુજરાત લવાયા બાદ તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
એક કરોડ આપી જવા કહ્યું હતું
વાવના કથાકાર બટુક મોરારિબાપુને જે વીડિયો વાઈરલ થયો છે તેમાં તેઓ વાવ તાલુકાના બટુક મોરારિબાપુ મહેશ ભગત તરીકે ઓળખ આપી રહ્યો છે. અંદાજે બે મિનિટના વાઈરલ થયેલા વીડિયોમાં કથાકાર મુખ્યમંત્રીને સંબોધીને કહી રહ્યો છે કે અગિયાર દિવસમાં એક કરોડ રૂપિયા મોકલી આપો નહીં તો ત્રણ મહિનામાં જ ઉપાડીને ફેંકી દઈશ.
જે વીડિયો વાઈરલ થયો છે તે 1 મિનિટ 49 સેકન્ડનો છે. જેમાં કથાકાર બટુક મોરારિબાપુ કહી રહ્યો છે કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું રામ કથાકાર બટુક મોરારિબાપુ બોલી રહ્યો છું. વાવ બનાસકાંઠા મહેશ ભગત બટુક મોરારિબાપુ. અગિયાર દિવસની અંદર એટલે કે સાત તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો નહીં તો ગુજરાતમાં કોઈ દિવસ પટેલને રાજ નહીં કરવા દવ અને તું પણ અકસ્માતમાં માર્યો જઈશ. એક કરોડ રૂપિયા પકડાવી જજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સમજી ગયા. તમને ગાદીએ બેસાડ્યા છે ને તો એક કરોડ રૂપિયાની દક્ષિણા આપી જાવ. એક કરોડ, એકપણ રૂપિયો ઓછો નહીં. અને એ પણ આજે તારીખ 25 થઈ છે. 5મી તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલી એક કરોડ રૂપિયા મને પકડાવી જજો. તો ટેસથી રાજ કરશો અને ગુજરાતની ગાદી પટેલોની રહેશે. નહીં તો દોસ્ત ત્રણ મહિનાની અંદર તને ઉપાડીને ફેંકી દઈશ. હું બટુક મોરારિબાપુ બોલું છું મહેશ ભગત વાવ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
