Team Chabuk-Gujarat Desk: રાજકોટના કોઠારિયા રોડ પ૨ ૨હેતા 24 વર્ષીય સંદિપ વિઠ્ઠલભાઈ વાઘેલા નામના યુવકે આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવકે પૂર્વ પત્નીના વિરહમાં જીવન ટૂંકાવી લીધું છે. યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક સુસાઈડ નોટ પણ મળી છે. યુવકે પોતાની દુકાનમાં જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનારો યુવક રાજકોટના એક લોકલ મીડિયાનો કેમેરામેન હતો. બીજી તરફ એકના એક પુત્રની આત્મહત્યાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સંદીપે આત્મહત્યા કરતા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સુસાઈડ નોટ પોસ્ટ કરી હતી. જેમાં પોતાની પૂર્વ પત્નીના વિરહમાં આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું છે. તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘મેં તને કહ્યું જ હતું કે તારો સાથ હશે ત્યાં સુધી જ મારું જીવન છે, આવતા જન્મમાં ફરી તારી સાથે લગ્ન કરીશ’. સંદિપના 10 દિવસ પહેલા જ તેની પત્ની પાયલ સાથે છૂટાછેડા થયા હતા.
રાજકોટ શહેરના સ્વાતિ રોડ ઉપ૨ સ્વાતિ હાઈટ બિલ્ડિંગ ખાતેની દુકાન ધરાવતા સંદીપ વાઘેલાએ મોડીરાત્રે અંતિમ પગલું ભર્યું હતું. દુકાનમાંથી જ તેણે પોતાના સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ ઉપ૨ સુસાઈડ નોટ પોસ્ટ કરી હતી. ત્યારબાદ દુકાનના પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
સોશિયલ મીડિયા પ૨ કોઈ મિત્રએ તેની પોસ્ટ વાંચી લેતા અન્ય મિત્રોને જાણ કરી હતી અને તુરંત કોઠારિયા રોડ પર આવેલી ન્યુ ગણેશ સોસાયટીમાં તેના ઘરે પહોંચ્યા હતા. અહીં સંદિપના માતા હાજ૨ હતા. પરંતુ તે ઘરે ન હોવાથી મિત્રોએ તેની દુકાને તપાસ ક૨તા જોવા મળ્યુ હતું કે, રાત્રિના સમયે દુકાન ખુલ્લી હતી. અંદ૨ જોતા સંદીપ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો.
બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને સંદીપને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. બાદમાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
સંદીપની સુસાઈડ નોટ
સંદીપે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘જય માતાજી હું સંદીપ વાઘેલા, હું હોશમાં લખું છું કે મારા જીવનમાં હવે મને રસ રહ્યો નથી. જેથી મારું જીવન ટૂંકાવી રહ્યો છું, મારા મરવાનું કરણ મારી પત્ની પાયલ સાથે છૂટાછેડા કર્યા તે જ. આ મારા જીવનનો અંતિમ નિર્ણય હતો, હું મારી પાયલને જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો અને કરતો રહીશ અને હું હવે એના વગર જીવી પણ શકું એવું મને ન લાગતાં આ પગલું ભરી રહ્યો છું. પાયલ હું આ જીવનમાં તો લાઈફટાઈમ સાથે ન રહી શક્યો પણ આવતા જન્મમાં પણ તારી સાથે જ લગ્ન કરાવે તેવી ભગવાનને પ્રાર્થના. હું જાણું છું કે પરિવારમાં હવે મારા મુત્યુ પછી મારા મમ્મી એકલા થઈ જશે. હું એ પણ જાણું છું કે એના માટે પણ જિંદગીની આ સૌથી ખરાબ સફર રહેશે પણ મારે આ પગલું ભરવું જોઈએ.

મારા અને પાયલના છૂટાછેડા થયા પછી જીવનમાંથી રસ ઉડી ગયો છે. મેં એને મારા જીવનની સૌથી નજીક રાખી હતી અને સોરી પાયલ કે આપણે જે આપણા થનાર બાળકોના નામ અયાન અને દિપયાનનું સપનું ન પુરું કરી શક્યો. મારામાં જ ક્યાંક ખામી રહી ગઈ હશે કે તારે બીજા સાથે વાતો કરવા જવું પડ્યું હશે. મને આ જન્મમાં એક દુઃખ હંમેશને માટે રહેશે કે મેં તને આજીવન સાથ ન આપ્યો. મારા જીવનમાં ખુશીની પળ એ હતી કે તારી સાથે લગ્ન કર્યા અને મારા જીવનની સૌથી દુઃખદ ઘડી એ હતી કે આપણે બંને છૂટા પડ્યા. પણ મેં તને સાચો અને દિલથી પ્રેમ કર્યો હતો અને કરતો રહીશ અને જીવનમાં કોઈ દિવસ કોઈને હું નડ્યો નથી અને મારા મુત્યુ પછી કોઈને નડીશ પણ નહીં.
મારા પરિવાર જેવા મિત્રો મને મરવા પણ ના દે જો આ વાત કરૂ તો, સોરી મારા મિત્રો કેમ કે, મેં ભૂલ કરી લગ્ન કરીને. એ પણ મારી ભૂલ જ હતી પણ જે દિવસથી મેં છૂટુ કર્યું ત્યારથી મને જીવનમાથી રસ ઉડી ગયો હતો પણ મને મારૂં જે સત્ય સ્વીકારવું અઘરૂં હતું એ મને સ્વીકાર્ય નહોતું. જેના કારણે મારા માટે આ રસ્તો અપનાવવો પડ્યો અને હવે હું છૂટુ કર્યું, મારા પપ્પા અને બહેન સોનલ પાસે પણ ન રહ્યો, સોરી મારા મમ્મી સોરી મારા પરિવારજનો તથા મારા હર હંમેશ માટે સુખ હોય કે દુ:ખ તેમાં સાથ આપતા એવા મારા મિત્રો હાર્દિક ભાઈ, ધર્મેશભાઈ, કાનો
નીકુંજભાઈ, રોનક ભાઈ તેમજ ભાઈથી પણ વિશેષ ઘણા મિત્રો છે. નામ લખવા બેસું તો 2-3 કલાક થઈ જાય, બધાની માફી માગી રહ્યો છું કે હવે તમારો ભાઈ તમારાથી દૂર જઈ રહ્યો છે, પણ હંમેશની માટે તમારા હરેક સુખ દુઃખમાં હું નહીં રહુ પણ મારી આત્મા ભગવાન હંમેશના માટે તમારા પર કૃપા વરસાવતા રહે તેવી ભગવાનને પ્રાર્થના અને મારી પાયલ માટે એક મારો ભાવ લખું છું, હું તો તને મારા મનથી મારી દુનિયા સમજતો હતો પણ તે તારી દુનિયા જોવામાં મારી દુનિયા તને ના દેખાડી શક્યો.

પાયલના મમ્મી-પપ્પાને પણ બે શબ્દ કહેવા માગું છું અને માફી માગું છું કે મારી ભૂલ પાયલ સાથે મેં લગ્ન કર્યાં અને તમારે પણ સમાજમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હશે. હું જાણું છું પણ પાયલેને જલ્દી લગ્ન કરવા માટે મને બહુ જ ફોર્સ કર્યો તો એનું કારણ ઘરમાં એને ફ્રિડમ નહોતું મળી રહ્યું. જેના કારણે પાયલે મારી સાથે લવમેરેજ કરવા પડ્યા. તમને મારા માતા-પિતાની જ જગ્યાએ સમજ્યા છે અને ખરેખર હું ખુશ છું કે મને તમારા જેવા સાસુ-સસરા મળ્યા કે 2 વર્ષની અંદર કોઈ દિવસ મને કંઇ કહ્યું નથી અને હંમેશા ખુશ રહો એ જ કહેતા અને તમે એ જ કહેતા કે તમે બંન્ને ખુશ રહેજો.
પાયલ મેં તને કહ્યું હતું કે, તારો સાથ હશે ત્યાં સુધી જ મારુ જીવન છે અને કદાચ આ વાતથી એમ લાગશે કે તો છૂટાછેડા પછી આટલા દિવસ કેમ રહ્યો તો જણાવું કે આટલા દિવસ તો હું આ સત્યને સ્વીકારી નહોતો શક્યો પણ હવે સ્વીકારી લીધું છે. પણ મરતાં પહેલાં એક વાત કરતો જાવ છું કે, મારા મૃત્યુ પાછળ કોઈનો હાથ કે કોઈની ધમકી નથી. હું જે પણ પગલું ભરી રહ્યો છું તે મારી મરજીથી ભરી રહ્યો છું. જય માતાજી માફ કરજો મને મારો અને તમારો સાથ અહીં સુધી જ લખ્યો હશે ભગવાનની ઈચ્છા..’
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ