Homeવિશેષવાયરલ આશ્ચર્યઃ વારણસીમાં ભીખ માંગતી મહિલાનું ફાંકડુ અંગ્રેજી સાંભળી ચોંકી જશો...!

વાયરલ આશ્ચર્યઃ વારણસીમાં ભીખ માંગતી મહિલાનું ફાંકડુ અંગ્રેજી સાંભળી ચોંકી જશો…!

જગદીશ ગોડેશ્વરઃ ઇન્ટરનેટે આ દુનિયાને ખૂબ જ નાની બનાવી દીધી છે. તેમાં પણ સોશિયલ મીડિયા તો જાણે પબ્લિસિટીનો પાસવર્ડ હોય તેવું કામ કરી રહ્યું છે. દરરોજ સોશિયલ મીડિયામાં અવનવા વીડિયો અપલોડ થાય છે, જેમાં કેટલાક વીડિયો જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ સાબિત થતા હોય છે. એટલુ જ નહીં ઘણી વખત આવા વીડિયો આપણને અચંબિત કરી મૂકતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ભીખ માંગતી મહિલા ફાંકડુ અગ્રેજી બોલી રહી છે.

વાયરલ વીડિયો વારાણસીનો છે, જેમાં એક ભીખ માંગતી મહિલા ભણેલાને પણ શરમાવે એવું ફાંકડુ અંગ્રેજી બોલી રહી છે. વીડિયો શુટ કરનાર વ્યક્તિ સાથે વાતચીત કરતાં મહિલા જણાવી રહી છે, કે તે 3 વર્ષથી વારાણસીમાં રહે છે, દક્ષિણ ભારતથી આવે છે અને કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેને એક દીકરો પણ છે. એક હાથ પેરેલાઇઝ હોવાથી સંજોગો વસાત તેણી રસ્તા પર ભીખ માંગવા મજબૂર છે. એટલુ જ નહીં પોતાને કોઈ નોકરી અપાવે તો તેણીએ નોકરી કરવાની તૈયારી પણ દર્શાવી. આ દરમિયાન વીડિયો શુટ કરનાર વ્યક્તિ પણ આ મહિલાને મદદરૂપ થવા લોકોને અપીલ કરી રહ્યો છે.

મહત્વનું છે કે, 1.48 મિનિટના આ વીડિયોમાં ભારતનું પ્રતિભાશાળી યુવાધન કઈ રીતે ભીખ માંગવા મજબુર બને છે તેનો ચિતાર વીડિયો દરમિયાન મેળવી શકાય છે. જે હોય તે પણ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેમજ ઘણી પોઝિટિવ કોમેન્ટ કરી રહ્યા છે. હવે જોવું રહ્યું, કે અભણ સરકાર આ ભણેલ મહિલા માટે કંઈ કરી શકે છે કે નહીં…

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments