Team Chabuk-International Desk: બાંગ્લાદેશમાં અનામતને લઈને થઈ રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘુસી ગયા હતા.
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને તેઓ સેનાના વિશેષ હેલિકોપ્ટરમાં સવાર થઈને ભારત આવવા રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાની બહેન પણ તેમની સાથે છે. શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને બળવોના સંભવિત પ્રયાસોને સફળ ન થવા દેવા વિનંતી કરી છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. કર્ફ્યૂ અમલમાં છે.

બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન કહ્યું છે કે, અમે વચગાળાની સરકાર બનાવીશું. સાથે જ તેમણે દેશવાસીઓને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. અગાઉ, હજારો વિરોધીઓ દેશવ્યાપી કર્ફ્યૂને બાયપાસ કરીને, લાંબી કૂચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા. તે જ સમયે, એક દિવસ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100 થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 19 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) August 5, 2024
Sheikh Hasina resigns as Prime Minister of #Bangladesh
She has left Dhaka in a military helicopter after thousands broke into her residence in Dhaka. Reports claim Hasina is headed to Bengal, India!
Hasina is likely to tender her official resignation amid the… pic.twitter.com/T3pA9UCpT5
બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા બાદ ભારત સરકારે બાંગ્લાદેશમાં પ્રવાસ કરનાર લોકોને લઈને એક માર્ગદર્શિકા જાહેર કરી છે. બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને સાવધાન રહેવા જણાવાયું છે. ભારત સરકારે આ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત