Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં એક મહિલા બેંક મેનેજરને પ્રેમમાં કડવો અનુભવ થયો છે. દરરોજ નોકરીએ જવા બેંક મેનેજર યુવતી (Bank Manager Girl) જે રિક્ષામાં જતી હતી તે રિક્ષા ચાલક (Rickshaw Driver) સાથે તેને પ્રેમ થયો (Fall In Love). યુવતીએ આ રિક્ષા ચાલક પ્રેમીને લગ્ન કરવા પણ મનાવી લીધો પરંતુ આખરે રિક્ષા ચાલક પ્રેમીની દારૂ પીવાની લતના કારણે સગાઈના 15 દિવસ પહેલાં જ સંબંધો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું (Broke Up Relation). આમ બેંક મેનેજર યુવતીની પ્રેમ કહાનીનો અંત આવી ગયો.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતી એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે નોકરી કરી રહી છે. નોકરીએ જવા માટે તે દરરોજ રિક્ષાનો ઉપયોગ કરતી હતી. તેના ઘરની પાસે જ એક યુવક રિક્ષા ચલાવતો હતો. બેંક મેનેજર યુવતી દરરોજ આ યુવકની રિક્ષામાં બેસીને નોકરીએ જવા લાગી. સમય જતાં યુવતી અને રિક્ષા ચાલક વચ્ચે ફોન નંબરોની આપ-લે થઈ, બન્ને વચ્ચે વાતચીત થવા લાગી, યુવતીને રિક્ષા ચાલક યુવક પ્રત્યે લાગણી જાગી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધના અંકુર ફૂટ્યા. બન્ને એકબીજાના પ્રેમમાં ઓળઘોળ થઈ ગયા. યુવતી બેંક મેનેજર જેવી સારી પોસ્ટ પર હોવાથી પોતાના રિક્ષા ચાલક પ્રેમીને કિંમતી મોબાઈલ અને વસ્તુઓ પણ લઈ આપતી હતી. પરંતુ અચાનક બન્ને વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ. આ દરમિયાન રિક્ષા ચાલક પ્રેમીએ યુવતીને તેના ન્યૂડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકીને વાઇરલ કરવાની ધમકીઓ આપવા લાગ્યો.
રિક્ષા ચાલક પ્રેમી ધીમે ધીમે દારૂ પીવાની લતે ચડી ગયો અને પ્રેમિકા સાથે ઝઘડા કરી મારઝૂડ કરવા લાગ્યો. પ્રેમીના ત્રાસ અને ઝઘડા છતાં બેંક મેનેજર યુવતી વિચારી રહી હતી કે લગ્ન બાદ તે સુધરી જશે. આ આશા લઈને તેણે પોતાના માતા-પિતાને પણ લગ્ન માટે મનાવી લીધા. 15 દિવસ બાદ બન્નેની સગાઈ થવાની હતી. આ દરમિયાન બેંક મેનેજર યુવતી નોકરીએથી ઘરે જતી વખતે ફોન પર તેના મિત્ર સાથે વાત કરી રહી હતી તે વખતે દારૂ પીધેલી હાલતમાં રિક્ષા ચાલક પ્રેમી ત્યાં આવી પહોંચ્યો હતો અને યુવતી પાસેથી મોબાઈલ લઈને જાહેરમાં તોડી નાખ્યો હતો અને તેની સાથે ગેરવર્તન કર્યું હતું.
જાહેરમાં પ્રેમી દ્વારા આ પ્રકારનું વર્તન કરાતાં યુવતીએ કંટાળીને રિક્ષા ચાલક યુવક સાથેના તમામ સંબંધો પર પૂર્ણ વિરામ મૂકવાનું નક્કી કરી લીધું. યુવતીએ પોતાના રિક્ષા ચાલક સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. આમ છતાં પ્રેમી તેનો અવાર નવાર પીછો કરતો હતો. અંતે કંટાળીને યુવતીએ મહિલા હેલ્પલાઈન અભયમ 181ની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે ત્યાં આવીને કાઉન્સેલિંગ કર્યું હતું અને પ્રેમીને સમજાવ્યો હતો. બેંક મેનેજર યુવતીએ તેની સામે ફરિયાદ કરવાની ના પાડતાં યુવકને સમજાવીને બાયંધરી લઈને હેલ્પલાઈનની ટીમે સમાધાન કરાવ્યું હતું.
આમ એક બેંક મેનેજર યુવતીને પ્રેમમાં કડવો અનુભવ થયો છે. દારૂની લતે ચડેલા અને શંકા રાખતા રિક્ષા ચાલક પ્રેમી સાથે સગાઈના 15 દિવસ પહેલાં જ યુવતીએ સંબંધો તોડી નાખતા પ્રેમ કહાનીનો અંત આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત