Team Chabuk-National Desk: મુંબઈની એક સોસાયટીની બાજુમાં ખુલ્લેઆમ ચાલી રહેલા ચુંબનવેડાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા હતા. આ સ્થાનિકોએ ચુંબનક્રિયા ઉપર પૂર્ણવિકામ મુકવા માટે જે કામ કર્યું તે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. તેમણે રોડની વચ્ચે અંગ્રેજીમાં નો કિસિંગ ઝોન લખી નાખ્યું હતું. મુખ્યત્વે તો સોસાયટીની પાછળના ભાગમાં થઈ રહેલા ચુંબનની આપ-લેના વ્યવહારથી રહીશો ત્રસ્ત થઈ ગયા હતા. ગેલેરી ખોલે અને લાઈવ દૃશ્યો દેખાય. બસ, આ કારણે જ પગલું ભરતા નજીકમાં આવેલા જેટલા પણ રોડ હતા તેની ઉપર નો કિસિંગ ઝોન શબ્દાંકિત કરાવી દીધું હતું.
સોસાયટીના લોકોનું આ વિશે કહેવું છે કે, લોકડાઉન બાદ કેટલાક કપલ્સ તેમની સોસાયટીની નજીક આવેલા રોડ ઉપર ડેરો જમાવવા આવી પડતા હતા. કેટલાય કપલ્સ રસ્તા વચ્ચે એકબીજાને ચુંબન કરતા હતા. જે અમને આપત્તિજનક લાગતું હતું. જેથી અમે તુરંત આ પગલું ભર્યું.
આ સમગ્ર ઘટના બની છે બોરિવલી ખાતે આવેલી સત્યમ શિવમ અને સુંદરમ સોસાયટીમાં. સોસાયટીના લોકોનું કહેવું છે કે ખુલ્લેઆમ ચુંબન બરાબર નથી. અહીંના લોકોએ ચાલતા પણ ધ્યાન રાખીને પગ મૂકવો પડે છે, કારણ કે ક્યાંક ચુંબનક્રિયા ન ચાલતી હોય. વારંવાર થતી ચુમ્માચાટીઓથી પરેશાન થઈ તેમણે ગેટની બહાર નો કિસિંગ ઝોન લખાવી દીધું છે. જોકે ચુંબન કરનારાઓ અક્ષરજ્ઞાન ધરાવે છે! નો કિસિંગ ઝોન લખાવ્યાં પછી અહીં કોઈ ચુંબન કરવા આવતું નથી.
સોસાયટીના એક સભ્યે સૌથી પહેલા નજીકના રસ્તા પર કપલ્સને ચુંબન કરતા નિહાળ્યા હતા. તેણે આ કપલનો વીડિયો બનાવી લીધો અને સ્થાનિક કોર્પોરેટર અને પોલીસને મોકલ્યો હતો. ચુંબનના આ વીડિયોને જોયા બાદ પણ કોઈ કાર્યવાહી નહોતી થઈ. સોસાયટીના મોવડી મંડળે ખુદ નક્કી કર્યું કે હવે આગળ શું કરવાનું છે?
સોસાયટીના ચેરમેન અને વકિલ વિનય અનસુરકરનું કહેવું છે કે, અમે લોકો કપલની વિરુદ્ધમાં નથી. અમે તેની હરકતોની વિરુદ્ધમાં છીએ. આ પ્રકારનું કૃત્ય અમારા ઘરની સામે થઈ રહ્યું છે. સોસાયટીમાં કેટલાય બાળકો અને વૃદ્ધો રહે છે. પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી. જ્યારે સાર્વજનિક જગ્યાઓ પર અશ્લિલ હરકત કરવામાં આવે તો સજા કરવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત