Homeગુર્જર નગરીઅંકલેશ્વરમાં બેંકમાં લૂંટઃ ફિલ્મનું શૂટિંગ હોય તેમ લૂંટ ચલાવી, ભરચક રસ્તામાં ફાયરિંગ...

અંકલેશ્વરમાં બેંકમાં લૂંટઃ ફિલ્મનું શૂટિંગ હોય તેમ લૂંટ ચલાવી, ભરચક રસ્તામાં ફાયરિંગ થયું, જુઓ લૂંટનો લાઈવ વીડિયો

Team Chabuk-Gujarat Desk: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં યુનિયન બેંકમાં લાખો રૂપિયાની લૂંટ થઈ. આરોપીઓ હથિયાર લઈ બેંકમાં ઘૂસ્યા હતા. જો કે, લૂંટ બાદ પોલીસ અને આરોપી સામ-સામુ ફાયરિંગ થયું જેમાં એક લૂંટારૂ ઈજાગ્રસ્ત થયો. સમગ્ર ઘટનામાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે જ્યારે અન્ય બે આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

અંકલેશ્વરના પિરામણનાકા નજીક યુનિયન બેંકની આ સમગ્ર ઘટના છે. આ લૂંટની ઘટનાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં લૂંટારાઓ પોલીસ પર ફાયરિંગ કરતાં જોવા મળી રહ્યા છે. અને ભાગી જવા પ્રયાસ કરી રહ્યા છે. ઈજાગ્રસ્ત લૂંટારૂ પાસેથી પોલીસે કેટલીક રકમ પણ પરત મેળવી છે. ફરાર લૂંટારાને પકડવા નેશનલ હાઇવે સહિત એક્ઝીટ પોઇન્ટ ઉપર નાકાબંધી ગોઠવાઈ હતી.

બેંક અદરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં લૂંટારૂઓને ધાક જમાવતા અને રૂપિયાના થેલા ભરતા પણ જોઈ શકાય છે. લૂંટરારૂઓ આવતા જ બેંકનો સ્ટાફ ગભરાઈને ટેબલ નીચે બેસી ગયો હતો. ભરૂચ એસપી ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે ઘટના અંગેની જાણ થતા જ પોલીસકાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેમાં પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામસામી ફાયરિંગ થયું હતું. તેમાં એક લૂંટારૂ ઇજાગ્રસ્ત થયો હતો. તેને 108 દ્વારા સારવાર માટે રવાના કરવામાં આવ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments