Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરની બહાર ગૌવંશના ટૂકડા મળ્યા. ગૌવંશના ટૂકડા મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો અને સમગ્ર ઈસનપુર બંધનું એલાન આપી આરોપીને તાત્કાલિક પકડવા માગણી કરાઈ. ગૌવંશની કતલ કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરીની લઈ જતો હતો. આ દરમિયાન તેણે ફેંક્યું કે પડી ગયું તેવી શંકા સ્થાનિકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદે વ્યક્ત કરી છે.
પવિત્ર શ્રાવણ માસમાં આ રીતે મહાદેવના મંદિરની બહાર ગૌવંશની આવી હાલત જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો છે.હિન્દુ સંગઠનો પણ આ મુદ્દે મેદાને આવ્યા છે. ગૌવંશની કતલ કરનારા આરોપીને 24 કલાકમાં ઝડપી પાડવા માટે માંગણી કરવામાં આવી છે. બીજી તરફ આરોપી CCTVમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વહેલી સવારે ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી નજીક ભગવાન નગર સોસાયટીની બહાર ગૌવંશનું માથું અને તેનાથી આગળ મનસાપૂર્ણ મહાદેવ મંદિરની બહાર લોકોએ રોડ ઉપર ગૌવંશના ટુકડા જોયા હતા. પ્લાસ્ટિકના થેલામાં અને કાગળમાં વાળીને આ ટૂકડા ત્યાં રોડ ઉપર પડેલા જોઈ અને સ્થાનિકો એકઠાં થયા હતા.
આ તરફ માલધારી મહાપંચાયત પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે ઇસનપુર ખાતે આજે સવારે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ગાય માતાના ટૂકડે ટુકડા કરી જાહેર રોડ રસ્તા પર ફેંકી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો કોઈ કાયદાનો ડર અને ખૌફ નથી તેવો પડકાર ફેંક્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં ગાયના કતલ પર જન્મટીપનો કાયદો બનાવ્યો છે પણ ફક્ત કાગળ ઉપર જ છે. અમે વારંવાર રજુવાત કરી છે કે રાત્રીના 3થી 5ના સમય દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમિયાન અસામાજીક તત્વો ગાયોની ચોરી કરી કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે. છતાંય આ બાબતે કોઈ ઠોસ પગલાં નથી લેવાતા. ઇસનપુરમાં આરોપીઓનો પાપનો ઘડો છલક્યો છે. અમારી માંગણી છે કે ઇસનપુરમાં કૃત્ય કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
