Homeગામનાં ચોરેબે દિવસ બાદ અદાણીએ CNGના ભાવ ફરી વધાર્યા, ડિઝલ અને ગેસના ભાવમાં...

બે દિવસ બાદ અદાણીએ CNGના ભાવ ફરી વધાર્યા, ડિઝલ અને ગેસના ભાવમાં હવે આટલું જ અંતર રહ્યું

Team Chabuk-National Desk: પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધી રહેલા ભાવના કારણે આમ જનતા પરેશાન થઈ રહી છે. ગ્રાહકો પર મોંઘવારી હાવી થઈ રહી છે. ત્યારે આજે અદાણીએ ફરીથી CNGના ભાવમાં વધારો કર્યો છે. હજુ સોમવારે જ અદાણી દ્વારા CNGના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો ત્યારે બે દિવસ બાદ ફરીથી ભાવ વધારો કરાતાં ગ્રાહકો પર ભારણ વધ્યું છે. અમદાવાદમાં CNGની કિંમતમાં 1.49 રૂપિયાનો વધારો કરાયો છે. CNGનો કિલોદીઠ ભાવ હવે 87.38 રૂપિયા થયો છે. અગાઉ CNG નો કિલોદીઠ ભાવ 85.89 રૂપિયા હતો. અદાણીએ CNG ની કિંમત કિલોદીઠ 1.49 રૂપિયા વધારો કર્યો છે. આ ભાવવધારો થવાથી સીએનજી વાહનચાલકો પર ભારણ વધ્યું છે. ખાસ કરીને રિક્ષા ચાલકો પહેલેથી જ ગેસમાં વધેલા ભાવોથી પરેશાન છે. ત્યારે આ ભાવવધારો થતાં હવે રિક્ષા ભાડું પણ વધી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે CNG ગેસમાં 1.99 રૂપિયાનો ભાવ વધારો કરાયો હતો. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે. સીએનજીના ભાવ હાલ 87.38 રૂપિયા પર પહોંચતા હવે લોકમુખે ચર્ચા થઈ રહી છે કે, થોડા દિવસમાં આમ ને આમ ભાવ વધતાં રહેશે તો ડિઝલ અને ગેસના ભાવમાં કોઈ અંતર નહીં રહે. હાલ ડિઝલ અને અદાણી સીએનજીના ભાવમાં માત્ર ચાર-પાંચ રૂપિયા જેટલું જ અંતર છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments