Homeગુર્જર નગરીબારડોલી: ‘તમારું ઘર વેચાઈ જશે…’ કહી લંપટ બાપુએ વિધિના બહાને મહિલાની છેડતી...

બારડોલી: ‘તમારું ઘર વેચાઈ જશે…’ કહી લંપટ બાપુએ વિધિના બહાને મહિલાની છેડતી કરી

Team Chabuk-Gujarat Desk: 21મી સદીના ટેકનોલોજીના જમાનામાં પણ અંધવિશ્વાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. લોકો હજુ સમસ્યામાંથી છૂટકારો લેવા માટે ઢોંગીઓનો સહારો લે છે. જે વિધિના બહાને લાખો રુપિયા ઉલેચી જાય છે. જૂનાગઢના સૂરજ ભૂવાના કેસનો હજુ સૂર્યાસ્ત નથી થયો ત્યાં સુરતના બારડોલીમાં એક વિધર્મી યુવકે બાપુ બની મહિલાની છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

લંપટ બાપુએ વિધિના બહાને મહિલાની છેડતી કરતા હાલ પોલીસે તેને પકડી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. અહીં કોર્ટે સાબિર નામના લંપટ બાપુના જામીન ના મંજૂર કર્યાં હતા અને તેને લાજપોર જેલ ખાતે કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે સુરત જિલ્લાના બારડોલી ખાતે તલાવડી વિસ્તારમાં સ્મશાનભૂમિની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં સાબિર ઉર્ફે સલિમ બાપુએ એક મહિલાને તેની મહિચ્છા પૂર્ણ કરવા માટે બોલાવી હતી. આ મહિલાનું મકાન છેલ્લા કેટલાય સમયથી વેચાતું ન હોય લંપટ બાપુએ તારીખ 25 ફેબ્રુઆરીના રોજ મહિલાને પોતાના ઘરની ઉપરના માળે બોલાવી હતી. બાપુએ મહિલાને વિશ્વાસ અપાવ્યો હતો કે વિધિ બાદ તેનું ઘર વેચાઈ જશે. જોકે અહીં બાપુએ મહિલાની છેડતી કરી હતી.

પોલીસ મથકે લંપટ બાપુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી સાબિર બાપુની ધરપકડ કરી હતી અને તેના પર ધોરણસરની કાર્યવાહી કરી હતી. ગઈકાલે શનિવારના રોજ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments