Team Chabuk-Gujarat Desk: પ્રાંતિજના ધારાસભ્ય અને અન્ન તથા નાગરિક પૂરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ એક મહિલાએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ મહિલાએ અમદાવાદના ચાંદખેડાના પોતાના નિવાસસ્થાને આત્મહત્યાનો પ્રયાસ કરતા ઓલ આઉટ પીધું હતું. જે પછી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
મહિલાએ વકીલ હિરેન શર્માને કર્યો મેસેજ
આ સમગ્ર ઘટના અંગે મહિલાના વકીલ હિરેન શર્માએ જણાવ્યું હતું કે આજે સવારે તેમના મોબાઈલ પર વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, હું આપઘાત કરવા જઈ રહી છું. ગજેન્દ્ર સામે પોલીસે મારી ફરિયાદ નથી લીધી અને તે મારા પર ખોટા ખોટા આક્ષેપો લગાવી મને બદનામ કરી રહ્યો છે. હું સાચી છું, ગજેન્દ્રે મારી સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યો છે.
મારે જીવવાનો કોઈ મતલબ નથી
મહિલાએ મેસેજમાં વધુમાં લખ્યું હતું કે, હવે પરિવાર પણ મારો સાથ નથી આપી રહ્યો, જેથી મારે જીવવાનો કોઈ મતલબ નથી. કિસાન મોરચાના પ્રમુખ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગજેન્દ્રની સાથે છે. ગજેન્દ્ર પોલીસને પૈસા ખવડાવે છે, જો હું મરી જાઉં તો તેની જવાબદારી આ તમામની રહેશે. જેથી તેમને સજા થવી જોઈએ. મારા માટે એટલું કરજો જેથી મારી આત્માને શાંતિ મળે. મારા બધા જ પુરાવાનો પોલીસે નાશ કર્યો છે. પ્રદીપ પરમાર પણ આ બાબતે મને ધમકી આપી હતી અને ગજેન્દ્રનો સાથ આપી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત