Homeતાપણું‘અખિલેશની કુંડળીમાં 25 વર્ષ સુધી રાજયોગ નથી, એમને ખબર નથી કે લક્ષ્મી...

‘અખિલેશની કુંડળીમાં 25 વર્ષ સુધી રાજયોગ નથી, એમને ખબર નથી કે લક્ષ્મી કમળ પર આવે છે સાઈકલ પર નહીં.’

Team Chabuk-Political Desk: ચંદોલીમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે અખિલેશ યાદવની કુંડળીમાં 25 વર્ષ સુધી રાજયોગ નથી. એમને ખબર નથી કે લક્ષ્મી કમળ પર આવે છે સાઈકલ પર નહીં. જેથી તમે લોકો પણ ભાજપના પક્ષમાં મતદાન કરો. કેશવપ્રસાદ મોર્યએ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે શનિવારના રોજ ચકિયા અને સૈયદરાજા ક્ષેત્રમાં ચૂંટણી સભા દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

ચકિયાની સભામાં જનતાને સંબોધતા એમણે કહ્યું કે, તમારો મત વેડફતા નહીં. ચૂંટણીમાં સપા, બસપા અને કોંગ્રેસનો કોઈ અત્તોપત્તો નથી. કમળનું ફૂલ ખીલવાનો અર્થ છે ખુશહાલી આવવી. લક્ષ્મી સાઈકલ પર નહીં કમળ પર સવાર થઈને આવે છે. અખિલેશ યાદવે મોટાભાગના ગુંડાઓ અને માફિયાઓને ટિકિટ આપી છે.

કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું કે, એમણે હજુ સુધી વેક્સિન લગાવી નથી. બસ કમળના ફૂલનું બટન દબાવી દો અખિલેશને ઓટોમેટિક સોઈ લાગી જશે. 2017 પહેલા પ્રદેશમાં વીજળી નહોતી મળતી. હવે 20 કલાક વીજળી મળી રહી છે. મોદી અને યોગીની સરકારે ગરીબોની જેટલી ભલાઈ કરી એટલી કોઈ અન્ય સરકારે કરી નથી. જે ગરીબોનું રાશન ખાય છે, એ વળી ગરીબોનું ભલું શું કરશે? પ્રધાનમંત્રી મોદી ગરીબોને મહિનામાં બે વખત રાશન આપે છે.

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે તમે જો કમળનું બટન દબાવો છો તો અસમાજિકતત્વોની ગરદન પણ દબાશે. હું તમારી પાસે વોટ નહીં કર્ઝ માગવા આવ્યો છું. જીત્યા બાદ તમારું આ કર્ઝ વિકાસની સાથે પાછું કરીશું.

સૈયદરાજાની નેશનલ ઈન્ટર કોલેજમાં સભાને સંબોધિત કરતા ડેપ્યૂટી સીએમએ કહ્યું કે સૈયદરાજા માટે દિલ્હી તથા લખનઉનો ખજાનો ખુલ્લો છે અને આગળ પણ ખુલ્લો જ રહેશે. 2014થી પૂરાં ભારતમાં અને 2017થી સમગ્ર પ્રદેશમાં વિકાસની જે ધારા ચાલી રહી છે એ આગળ પણ ચાલતી રહેશે. અખિલેશ યાદવની કુંડલીમાં 25 વર્ષ સુધી રાજયોગ નથી. આવનારા સમયમાં સપા, બસપા અને કોંગ્રેસ વિલુપ્ત થઈ જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments