Team Chabuk-Gujarat Desk: વડોદરા, ગુજરાત પોલીસ અધિનિયમ એકટ-૧૯૫૧ની કલમ-૬૩ (એ) (૨) અન્વયે હુકમ બહાર પાડ્યો છે. રાજ્યમાં વિવિધ શહેર-જિલ્લાઓ ખાતે સૈન્ય તથા અન્ય દળોના ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ તથા તેનો ઉપયોગ થતો હોય છે. આવા વસ્ત્રો ધારણ કરી અસામાજિક તત્વો દ્વારા દેશદ્રોહી-ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઉપયોગ થવાનો સંભવ હોય છે. રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદ્દભવી શકે છે.
સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં ઘણી ગંભીર પ્રકારની હોય, બજારમાં બિનઅધિકૃત્ત રીતે વેચાતા તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ તથા યુનિફોર્મને લગતી અન્ય ચીજવસ્તુઓના વેચાણ-ભાડે-ઉપયોગ પર પ્રતિબંધ લાવવો જરૂરી છે. સશસ્ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા યુનિફોર્મને લગતી અન્ય ચીજવસ્તુઓના વેચાણ-ભાડે-ઉપયોગ માટે જરૂરી રજીસ્ટર નિભાવવાનું રહે છે.
સૈન્ય-સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ-ભાડે-ઉપયોગ કરવા પર અને નિયત રજીસ્ટર સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા. સંબંધિત પોલીસ સ્ટેશનમાં જરૂરી માહિતી આપ્યા વિના વેચાણ-ભાડે-ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હુકમનો અમલ તા.૨૨ ઓકટોબર-૨૦૨૧ સુધી કરવો. હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ એકટ-૧૯૫૧ની કલમ-૧૪૩ (એ) (૨)મુજબ શિક્ષાપાત્ર ઠરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત