Homeગુર્જર નગરીગુજરાત ભાજપના આ ધારાસભ્યએ કહ્યું, ‘અગાઉ ધારાસભ્ય અનુદાનમાંથી સરકારી દવાખાનાઓને સાધનો ફાળવી...

ગુજરાત ભાજપના આ ધારાસભ્યએ કહ્યું, ‘અગાઉ ધારાસભ્ય અનુદાનમાંથી સરકારી દવાખાનાઓને સાધનો ફાળવી શકાતા ન હતાં.’

Team Chabuk-Gujarat Desk: સાંસદ રંજનબહેન ભટ્ટે, ગુરુવારે સયાજી હોસ્પિટલ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય સીમાબેન મોહિલેના અનુદાનમાંથી વિવિધ વિભાગો માટે મળેલી તબીબી સાધન સહાયનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે સહુને આવકાર્યા હતા.

સાંસદ રંજનબહેને સરકારી દવાખાનાને અનુદાન ફાળવી તેની સાધન સુવિધામાં વધારો કરવાના અભિગમને દર્દી કલ્યાણકારી ગણાવ્યો હતો અને મહિલા ધારાસભ્યને બિરદાવ્યા હતા. અનુદાન આધારિત આ સખાવતથી સયાજી હોસ્પિટલના ડેન્ટલ, ઓર્થો અને એનેસ્થેસિયા વિભાગોને નવા અને અદ્યતન તબીબી સાધનો મળ્યાં છે જે સામાન્ય દર્દીઓ ઉપરાંત જરૂર પડે કોવિડ અને મ્યુકોરના દર્દીઓની સારવારમાં ઉપયોગી બનશે.

સરકારી દવાખાના છેવાડાના માનવીઓ માટે આરોગ્ય આશ્રયધામ છે જ્યાં તબીબી સાધન સુવિધા વધવાથી વધુ સારી સારવાર મળે છે અને સાધનોની ખેંચ અનુભવતા તબીબોની મૂંઝવણ ટળે છે એવી લાગણી વ્યક્ત કરતાં દાતા ધારાસભ્ય સીમાબેને જણાવ્યું કે, અગાઉ ધારાસભ્ય અનુદાનમાંથી સરકારી દવાખાનાઓને સાધનો ફાળવી શકાતા ન હતાં.

ગુજરાત સરકારે કોરોના કાળમાં સરકારી દવાખાનાઓમાં તબીબોની સાધન સુવિધાઓની મૂંઝવણ ટાળવા ધારાસભ્યોને અનુદાન ફાળવવાની છૂટ આપીને ખૂબ જ આવકાર્ય અને સંવેદનાસભર સુધારો કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

કોરોનાકાળમાં શક્ય તેટલી શ્રેષ્ઠ સારવારથી સયાજી હોસ્પિટલની સેવાઓની ગુણવત્તા અને વિશ્વસનીયતા વધી છે અને વિવિધ સંસ્થાઓ તબીબી સાધન સુવિધાઓની અભિવૃદ્ધિ માટે મબલખ સહાય આપી રહી છે એનો આનંદ વ્યક્ત કરતાં ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે, નવી જોગવાઈ પ્રમાણે ધારાસભ્યો દ્વારા અંદાજે રૂ.૧ કરોડથી વધુ રકમના તબીબી સાધનોની અનુદાન આધારિત ફાળવણી મળવાથી સારવાર વધુ અસરકારક બનશે. તેમણે સયાજીને ઉદાર સખાવત કરનારી તમામ સંસ્થાઓનો આભાર માન્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments