Homeગુર્જર નગરીવડોદરા: દારૂના નશામાં ચકચૂર બે મિત્રોએ જ યુવતી પર દુષ્કર્મ આચરતા, યુવતીએ...

વડોદરા: દારૂના નશામાં ચકચૂર બે મિત્રોએ જ યુવતી પર દુષ્કર્મ આચરતા, યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

Team Chabuk-Gujarat Desk: વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરતી સ્ટેટ લેવલની કબડ્ડી પ્લેયરની સાથે તેના જ મિત્રોએ દારૂ પાર્ટી કરી બાદમાં બળાત્કાર ગુજારતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટનામાં સામેલ એવા બે યુવાનોની મોડી રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ અંગેની ઘટનાનો યુવતીએ વીડિયો પણ બનાવ્યો હતો. આ સમગ્ર ચકચારી બનાવમાં 19 વર્ષીય દિશાંત અને 20 વર્ષીય નઝીમની ધરપકડ કરવામાં આવી છે.

કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય આ યુવતી લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી હતી. તેણીએ સવારના સાડા દસ વાગ્યે ઘરે જ આપઘાત કર્યો હતો. 12 વાગ્યે પરિવાજનોને જાણ થતાં તેઓએ તેને હોસ્પિટલ ખસેડી હતી જ્યાં તેને તબીબો દ્વારા મૃત ઘોષિત કરવામાં આવતી હતી. અહીં પરિવારના લોકોએ આ સમગ્ર ઘટનાને ગેંગરેપ હોવાનો આક્ષેપ લગાવતા પોલીસે એ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.

આ યુવતી માતાના અવસાન બાદ ભાડે મકાન રાખી રહેતી હતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. મંગળવારના રોજ સાથી કર્મચારી અને મિત્ર એવા બે યુવક અને એક યુવતીએ રૂમ પર દારૂ પાર્ટી રાખી હતી. જ્યાં દારૂ પાર્ટી બાદ નશાના મદમાં ચૂર દિશાંત કહારે યુવતી પર બળાત્કાર કર્યો હતો.

સવારમાં યુવતીને દુષ્કર્મ અંગેની જાણ થઈ હતી. તેણે તેના એક મિત્રને આ અંગે જાણ કરી હતી. મિત્રએ તેને પોલીસ ફરિયાદ અંગે કહેતા તે ચોધાર આંસુએ રડી પડી હતી. ત્યારબાદ તેણે પિતાના નિવાસસ્થાને જઈ આપઘાત કરી લીધો હતો. જે પછી પોલીસે મોડી રાતે બંને યુવકોની ધરપકડ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments