Homeગામનાં ચોરેહવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી, આ શહેર માટે 18 દિવસ...

હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી, આ શહેર માટે 18 દિવસ અત્યંત જોખમી

Team Chabuk-National Desk: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર પૂર્વી રાજ્યોમાં સક્રિય થઈ ચૂક્યું છે. જેના ભાગરૂપે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના કેટલાય રાજ્યો અને જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં ગત્ત કેટલાક દિવસોથી થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ચૂક્યું છે. સતત વરસાદનાં કારણે આર્થિક રાજધાનીની હાલત ખસ્તા થઈ ગઈ છે. પહેલા જે વરસાદના છાંટા મનમોહક લાગતા હતા તે હવે ભયમોહક લાગી રહ્યા છે.

ઘૂંટણસમા પાણી ભરાયા

મુંબઈની લોકલ ટ્રેન જ્યાં જ્યાં પણ ઊભી છે ત્યાં ત્યાં પાણી ભરાઈ ગયું છે. જગ્યાએ જગ્યાએ ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના અસંખ્ય વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે. ધોધમાર વરસાદ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કહેર મચાવી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ વરસાદની અમીવર્ષા થઈ રહી છે. હળવા વરસાદે અહીંના લોકોને સમસ્યાથી દૂર રાખ્યા છે.

રસ્તાઓ પાણીમાં તબ્દિલ

મુંબઈમાં સતત વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં તબ્દિલ થઈ ચૂક્યા છે. મુંબઈના અંધેરી, માહિમ સહિતના કેટલાય વિસ્તારો, રસ્તા અને બ્રિજ તળાવમાં ફેરવાય ગયા છે. જેથી આવન-જાવનમાં તકલીફ સર્જાય રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે મુંબઈમાં હાઈટાઈડને લઈને ચેતવણી ઊચ્ચારી છે.

18 દિવસ અત્યંત જોખમી

ભારે વરસાદના કારણે મુંબઈની સ્થિત બેહાલ થઈ ગઈ છે. મુંબઈમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જૂન મહિનામાં સૌથી વધારે વરસાદ 2021ની સાલમાં નોંધાયો છે. ભારે વરસાદના કારણે સ્થિતિ ડામાડોળ થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈને લઈ આગાહી કરવામાં આવી છે કે આગામી 4 મહિનામાં 18 દિવસ અત્યંત જોખમી રહેશે. 18 દિવસ દરિયામાં હાઇટાઇડ દરમ્યાન લહેરોની ઉંચાઇ 5 મીટર સુધીની રહેશે અને જો હાઈટાઈડ દરમિયાન વરસાદ પડશે તો મુંબઈની સ્થિતિ અત્યંત ખરાબ થશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જૂન મહિનામાં 6 દિવસ, જુલાઈ મહિનામાં પાંચ, ઓગષ્ટ મહિનામાં પાંચ જ્યારે સપ્ટેમ્બરમાં 2 દિવસ વધારે જોખમી રહેશે.

આ રાજ્યોમાં વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગે શુક્રવારના રોજ દેશના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની ભવિષ્યવાણી કરી છે. હવામાન વિભાગનની વાત માનવામાં આવે તો બંગાળની ખાડીમાં ઓછું દબાણ સર્જાય રહ્યું છે. લો પ્રેશરનાં કારણે શુક્રવાર અને શનિવારનાં રોજ બંગાળ, ઝારખંડ, ઓરિસ્સા, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની વાત જો માનવામાં આવે તો બિહારમાં નક્કી કરેલા સમયથી બે દિવસ પૂર્વે 13 જૂન સુધીમાં ચોમાસુ આવી શકે છે. એટલે કે બિહારમાં બે દિવસ વહેલો મેઘો મંડાશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદની સાથે સાથે ઝડપથી પવન ફુંકાશે અને ત્રણથી 32 મીલીમીટર સુધી વરસાદની સંભાવના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments