Homeસિનેમાવાદસોશિયલ મીડિયાને માથે લેનારા ચેલ્લમ સર આખરે છે કોણ ? ચેલ્લમ સરના...

સોશિયલ મીડિયાને માથે લેનારા ચેલ્લમ સર આખરે છે કોણ ? ચેલ્લમ સરના મીમ મચાવી રહ્યા છે ધૂમ

Team Chabuk-Entertainment Desk: વેબ સિરીઝ ફેમિલી મેન-2 આવ્યા બાદ સિરીઝનું એક પાત્ર ચેલ્લમ સર સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યું છે. ચેલ્લમ સરના નામે અલગ-અલગ મીમ બની રહ્યા છે. મીમમાં લોકો સવાલોનો મારો કરી રહ્યા છે. આ તમામ સવાલોનો જવાબ એક જ મળી રહ્યો છે કે, ચેલ્લમ સરને પૂછો. જે લોકોએ ફેમિલી મેન-2 વેબ સિરીઝ નથી જોઈ તેમના માટે આ મીમ સમજવા થોડા અઘરા છે પરંતુ જે લોકોએ સિરીઝ અને ચેલ્લમ સરના પાત્રને જોયું છે તેઓ મીમની મજા લઈ રહ્યા છે. મનોજ વાજપેયીની 6 કલાક અને 53 મિનિટની આ સિરીઝ દર્શકોના દિલ જીતી રહી છે. બીજી તરફ ચેલ્લમ સરનું પાત્ર લોકોનું ફેવરિટ બની રહ્યું છે. એટલે જ લોકો ગૂગલ પર ચેલ્લમ સર કોણ છે તે પણ સર્ચ કરી રહ્યા છે.

સિરીઝમાં જે વ્યક્તિએ ચેલ્લમ સરનું પાત્ર ભજવ્યું છે તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ સાઉથના જાણીતા અભિનેતા અને ડાયરેક્ટર છે. તેઓએ ટીવી સરિયલ અને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જે વ્યક્તિને લોકો ફેમીલી મેન-2 જોઈને ચેલ્લમ સર તરીકે ઓળખતા થયા છે તેઓ પોતે પણ બે ફિલ્મ બનાવી ચુક્યા છે. ચેલ્લમ સરનું સાચુ નામ ઉદયભાનું મહેશ્વરન છે જેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઉદય મહેશ તરીકે ઓળખાય છે.

ઉદય મહેશનો જન્મ 21 ફેબ્રુઆરી 1977ના રોજ તામિલનાડુમાં થયો હતો. ઉદય મહેશ એટલે કે ચેલ્લમ સર અત્યાર સુધીમાં બે ફિલ્મો ડાયરેક્ટ કરી ચુક્યા છે. 2006માં તેમણે ડાયરેક્ટ કરેલી ફિલ્મ નાલઈ રિલીઝ થઈ હતી. તેમની બીજી ફિલ્મ 2008માં રિલીઝ થઈ હતી. ચેલ્લમ સર જ્હોન અબ્રાહમની ફિલ્મ મદ્રાસ કેફેમાં પણ કામ કરી ચુક્યા છે. આ ઉપરાંત સાઉથના સુપર સ્ટાર રજનીકાંત સાથે પણ એક ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત ઉદયમિશ્રાની ફિલ્મ ધ સિરિયસ મેનમાં પણ ચેલ્લમ સર જોવા મળ્યા હતા.આમ, ઉદય મહેશ વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે પરંતુ અત્યાર સુધીમાં તેમને આટલી પ્રસિદ્ધિ ક્યારેય મળી નથી. ફેમિલી મેન-2માં ચેલ્લમ સરના પાત્રએ તેમને વધુ જાણીતા બનાવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments